Junior Clerk Pepperleak: Education Minister said, strict arrangements will be made now, we will conduct the exam soon
એક જ રટણ /
જુનિયર ક્લાર્ક પેપરલીક: શિક્ષણમંત્રીએ કહ્યું, હવે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે, જલ્દી જ લઈશું પરીક્ષા
Team VTV03:05 PM, 29 Jan 23
| Updated: 03:14 PM, 29 Jan 23
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર ફરી પરીક્ષાનું આયોજન કરશે- કુબેર ડિંડોર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરી છે. ત્યારે અચાનક જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જવા પામી છે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર
આગામી સમયમાં લેવાનારી પરીક્ષામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશેઃકુબેર ડિંડોર
પરીક્ષા રદ્દ થવા મામલે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જણાવ્યું હતું કે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. ટુંક જ સમયમાં રાજ્ય સરકાર ફરી પરીક્ષાનું આયોજન કરશે. તેમજ આગામી સમયમાં યોજાનારી પરીક્ષામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. ત્યારે રાજ્ય સરકાર આરોપીઓ સામે કડક પગલાં લેશે. 2,995 પરીક્ષા કેન્દ્રો પર યોજાવાની હતી પરીક્ષા
આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. 9.53 લાખ ઉમેદવારોએ કરી હતી અરજી
ગુજરાતના ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામા સવારે 11થી 12 દરમિયાન પરીક્ષા યોજાવાની હતી. આ પરીક્ષા માટે 9 લાખ 53 હજાર 723 ઉમેદવારોએ અરજી કરી હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં 100 ટકા સીસીટીવી કેમેરા સહિત લાઈવ રેકોર્ડીંગ કરવામાં આવશે. તેમજ પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે 42 જેટલા સ્ટ્રોંગરૂમ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. સ્ટ્રોંગરૂમમાં 24X7 હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. તમામ જિલ્લાઓ ખાતે પરીક્ષાનું સંચાલન કરવા માટે 7500 જેટલા પોલીસ કર્મીઓ સહિત આશરે 70,00 જેટલો સ્ટાફ રોકવામાં આવશે. પરીક્ષા પૂરતી સુરક્ષા અને તકેદારી સાથે યોજાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં હથિયારધારી પોલીસ અને સીનીયર અધિકારી ધરાવતી 291 જેટલી ફ્લાઈંગ સ્કવોડ રાખવામાં આવી છે. જિલ્લાના સ્ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષા લક્ષી સીલબંધ મટીરીયલ પહોંચાડવા માટે કુલ-939 જેટલા રૂટ બનાવવામાં આવેલ છે. અને દરેક રૂટવાહનને હથિયારધારી પોલીસ બંદોબસ્ત હેઠળ રૂટ સુપરવાઈઝર દ્વારા મોકલવામાં આવશે.