આગામી તા. 9 એપ્રિલનાં રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે 9 એપ્રિલે બપોરે 3 હજાર સેન્ટર પર પરીક્ષા લેવામાં આવશે.
9 એપ્રિલે પરિક્ષા બપોરે 12.30 થી 1.30ના સમયમાં લેવાશે-હસમુખ પટેલ
3 હજાર સેન્ટર પર પરિક્ષા લેવામા આવશે-હસમુખ પટેલ
ઉમેદવારોને ઉચ્ચક નાણા આપવાનું નક્કી થયું છે-હસમુખ પટેલ
પંચાયત સેવા પસંદગી મંડળ ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં યોજી હતી. ત્યારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે બપોરે 12.30 થી 1.30 ના સમયમાં લેવામાં આવશે. તેમજ 3 હજાર સેન્ટર પર પરીક્ષા લેવામાં આવશે. અત્યાર સુધી 3 વીડિયો કોન્ફરન્સ થઈ ત્યારે આવતીકાલે મુખ્ય સચિવ કરશે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા.
ભૂતકાળના બનાવોને ધ્યાને રાખી દૂરના કેન્દ્રો અપાયા છે -હસમુખ પટેલ
વધુમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોને ઉચ્ચક નાણાં આપવાનું નક્કી થયું છે. ત્યારે રાજ્ય સરકારે આ નાણાં બોર્ડની આપી પણ દીધા છે. ઉમેદવારો બેંન્કની વિગતો ધ્યાનથી ભરે જેથી નાણાં તેના એકાઉન્ટમાં જ જમા થાય. એસટી વિભાગે પણ ઉમેદવારો માટે વ્યવસ્થા કરી છે. પરિક્ષા કેન્દ્રો દૂર છે પરંતુ પરિક્ષા ગરબડ વિના પસાર થાય તે મહત્વનું છે. નજીકના કેન્દ્ર પર ભૂતકાળમાં ગરબડના બનાવ થયા છે. ભૂતકાળના બનાવોને ધ્યાને રાખી દૂરના કેન્દ્રો અપાયા છે. અમને ખબર છે છતાં કેન્દ્રો દૂર અપાયા છે. એક જિલ્લામા અન્ય ત્રણ જિલ્લાના ઉમેદવારો ને કેન્દ્ર અપાયા છે. જેથી ખોટુ થતા રોકી શકાય. સ્વૈચ્છિક સંસ્થાઓ ઉમેદવારોને મદદ કરે તે જરૂરી છે.
પરિક્ષા મુશ્કેલી વગર પસાર થશે મને વિશ્વાસ છેઃહસમુખ પટેલ
વધુમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કમા 9 લાખ 58 હજાર ઉમેદવારો છે. વધારાના સર્વર મુકવામા આવ્યા છે. ટેકનિકલ ઈશ્યુ હશે તો પણ દૂર થશે.ગત વખતની પરિક્ષામા પેપર ફૂટ્યું હતું. મંડળ અને સરકાર એક્ટિવ થઈ હતી. ખામીઓ ધ્યાનમાં લીધી છે. તમામ તકેદારી લીધી છે જાહેર કરી શકાય તેમ નથી. ગત વખતે પોલીસ સક્રિય હતી ઉમેદવારો પણ સક્રિય રહે. ત્યારે લેભાગૂ તત્વો બાબતે ઉમેદવારો સક્રિય રહે. ઉમેદવારો પાસે માહિતી આવે તો અમને જાણ કરે. તેમજ પરીક્ષા મુશ્કેલી વગર પસાર થશે મને વિશ્વાસ છે. અમને ૩૦ કરોડ ખર્ચ થશે ભાડા માટે રાજ્ય સરકારે 20 કરોડ ફાળવ્યા છે. 31 તારીખનાં બપોરે એક વાગ્યા સુધી જ કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ગઈકાલે જ હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આવતીકાલે એટલે કે 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જોકે હવે આજે ફરી હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. ઉમેદવારો બેંન્કની વિગતો ધ્યાનથી ભરે-હસમુખ પટેલ
પંચાયત ગૌણ સેવા પસંદગીના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જુનિયર કલાર્કની પરીક્ષા 9 એપ્રિલે યોજાવાની જાહેરાત કરી હતી. તેમજ જુનિયર કલાર્કની પરીક્ષાના આયોજન સહિતની માહિતી તેમણે આપી હતી.જુનિયર કલાર્કની પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાશે. બપોરના સાડા બાર વાગ્યાથી લઈ દોઢ વાગ્યાના સમયમાં 3 હજાર સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમજ તેમણે ઉમેદવારોને ઉચ્ચક નાણાં આવાની જાહેરાત પણ કરી હતી અને જણાવ્યુ હતુ કે, સરકાર તરફથી બોર્ડને નાણાં આપી દેવામાં આવ્યા છે. ઉમેદવારો તેમના બેકની ડિટેલ યોગ્ય રીતે ભરે જેથી તેમના ખાતામાં યોગ્ય રીતે પૈસા પહોંચી જાય.