બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 11:21 AM, 29 January 2023
ADVERTISEMENT
જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં નારાજગી અને દુ:ખની લાગણીઓ વ્યક્ત થતી દેખાઈ રહી છે ત્યારે ઉમેદવારો કહે છે કે કેટલાક ઉમેદવારો કહે છે કે ચલણનાં જે રૂપિયા ઓથોરિટી લે છે તે રિફ્ન્ડ થવા જોઈએ. કરોડો રૂપિયા સરકાર દ્વારા ચલણરૂપે લેવામાં આવે છે તે પરીક્ષા રદ કર્યા બાદ ઉમેદવારોને પાછાં મળવા જોઈએ. કેટલાક કહે છે કે હું સુરતથી આવું છું જેનું 200 રૂપિયા ભાડું તેમણે ચૂકવ્યું છે. પરીક્ષા રદ થતાં હવે તેમની મહેનતનાં પૈસા પણ વેડફાયા હોય તેવું તેમને લાગી રહ્યું છે.
4-4 વર્ષોથી તૈયારીઓ કરી રહ્યાં છીએ...
આજે 9 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં હતાં. તમામ બેરોજગાર છે અને એક વિદ્યાર્થીનાં 500 રૂપિયા થાય છે. મહિલા ઉમેદવાર કહે છે કે 'લુણાવાડા આવીને ખબર પડી કે પરીક્ષા રદ છે.. અમારા પૈસા કોણ આપશે? ' એક વિદ્યાર્થી કહે છે કે '2018માં પંચાયત સેવાનું ફોર્મ ભરાયું છે, અમારો કિંમતી સમય અમે આ પરીક્ષાઓની તૈયારીઓમાં બગાડીએ છીએ પરંતુ અમને પરીણામ મળતું નથી. અમે 4-4 વર્ષોથી તૈયારીઓ કરી રહ્યાં છીએ. પહેલાં બીનસચિવાલયની પરીક્ષા રદ થઈ અને હવે આજે આ પરીક્ષા પણ રદ થઈ છે. સરકારને વિનંતી છે કે સારા અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ.'
ADVERTISEMENT
'તબિયત સારી નથી તેમ છતાં હું પરીક્ષા આપવા આવ્યો છું. '
ભાવનગરની એક મહિલા કહે છે કે 'રાતનાં 2 વાગ્યાથી વિદ્યાર્થીઓ અહીં આવી ગયાં છે. 6 વાગ્યે અચાનક કહે છે કે પરીક્ષા રદ થાય છે. ગરીબ વસ્તી છે, ખર્ચા કરી ભાડાં ખર્ચીને અહીં આવે છે.' અમદાવાદ ગીતામંદિરની બહાર વિદ્યાર્થીઓ જે-તે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ ઊઠાવી રહ્યાં છે. તો બીજી તરફ ભાવનગરનાં એક ઉમેદવાર કહે છે કે, ' અમે 2 વાગ્યે જાગીને અહીં આવ્યાં છીએ, ત્યારે જેમણે પેપર ફાળવવાનાં છે તેઓ સૂતાં છે. ભાવનગરથી અમદાવાદ તબિયત સારી નથી તેમ છતાં હું પરીક્ષા આપવા આવ્યો છું. '
'પેપર ફૂટતાં માનસિક પ્રેશર આવી જાય છે'
પાલિતાણાનાં ઉમેદવારોએ કહ્યું કે '4 વર્ષમાં અમારા માં-બાપની પાસે આવકનું સ્ત્રોત નથી છતાં પણ અમને ટિફીન આપે છે.' સરકાર પર નારાજ વિદ્યાર્થીઓ સવાલો ઊઠાવી રહ્યાં છે. એક મહિલા ઉમેદવારે કહ્યું કે 'અમારા માતા-પિતા મજૂરી કરી,ઉધાર લઈને અમને પરીક્ષા અપાવવા માટે મોકલે છે. અમને ઘણું દુ:ખ થાય છે.' એક અંકલેશ્વરનાં વાલીએ કહ્યું કે 'પેપર ફૂટતાં માનસિક પ્રેશર આવી જાય છે. મારી દિકરી 3 વર્ષથી આ પરીક્ષા માટે તૈયારી કરી રહી હતી.' દિકરીએ કહ્યું કે 'મારા કોલેજનું ભણવાનું મૂકીને હું આ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી અને હવે પરીક્ષા કેન્સલ થઈ છે.'
સરકાર પર નારાજ વિદ્યાર્થીઓ સવાલો ઊઠાવી રહ્યાં છે
ઉમેદવાર કહે છે કે , 'સૂતાં પણ નથી અને નાસ્તો પણ નથી કર્યો. ગઈ કાલથી અમે રાજકોટથી સેન્ટર પર આવી ગયાં છીએ.' ઉમેદવારો ગુજરાત સરકારથી નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. તે કહે છે કે 21 વખત પેપર કઈરીતે ફૂટી શકે છે? એક વિદ્યા્ર્થીનો આક્ષેપ છે કે સરકારે લાખો રૂપિયાની ઊગરાણી માટે આ કાંડ કર્યું છે. વિદ્યાર્થીઓ આ ઘટનાથી ખુબ દુ:ખી છે, વિદ્યાર્થીઓનાં મા-બાપ પોતાનાં પેટે પાટાં બાંધીને પૈસા ભરે છે. આવી કકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ- રેલ્વે સ્ટેશન પર સૂતાં હોય છે અને આમ પરીક્ષા રદ થાય ત્યારે વિદ્યાર્થીઓને દુ:ખ થાય છે.
પરીક્ષાર્થીઓમાં રોષ
ભાવનગર, પાલીતાણા સહિતના જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા અમદાવાદ પહોંચેલા ઉમેદવારોએ VTV સાથેની વાતચીતમાં સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ઉમેદવારોએ કહ્યું, 'સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ. અહીં પહોંચ્યા બાદ વહેલી સવારે અમને સમાચાર મળ્યા કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે.'
અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છેઃ પરીક્ષાર્થીઓ
VTV સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા ઉમેદવારો ભાવુક થઈ ગયા. ઉમેદવારોએ કહ્યું કે, 'અમે પરીક્ષા માટે બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. અમે છેક પાલીતાણા અને ભાવનગરના ગામડામાંથી અહીં પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છે. પૈસાવાળી પાર્ટી છે એ પેપર ફોડી નાખે છે. સાહેબ ભરતી નહીં આવે તો ચાલશે પણ પેપર ફૂટવા ન જોઈએ.'
વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જ 'ફેલ'
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી, પરીક્ષા આપવાનો દિવસ આવ્યો ત્યારે સવાર સવારમાં સમાચાર આવ્યા કે પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા જ મોકૂફ કરવામાં આવશે. તંત્રએ ફરી સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જ 'ફેલ' છે. વારંવાર બનતી આ ઘટનાઓના કારણે સવાલ એ થાય છે કે ગુજરાતમાં ક્યાં સુધી આ પ્રકારે પેપર ફૂટતા રહેશે અને વિદ્યાર્થીઓ રઝળી પડશે. સરકાર વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં ફેલ કેમ થાય છે. સવાલ એ પણ થાય છે કે શું પેપર લીકમાં કોઈ મોટા અધિકારીઓની પણ મિલીભગત છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.