જાણો, 30 જૂન 2019 એટલે કે શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે
મેષ:
આજે ધન પ્રાપ્તિનો યોગ થઇ રહ્યો છે. વાણીમાં પણ સંયમ રાખજો. વ્યવસાય ક્ષેત્રે લાભ થઇ શકે છે. આગ, પાણી તેમજ વાહન ચલાવતા ધ્યાન રાખજો.
વૃષભ:
જૂની સમસ્યાનો અંત આવી શકે છે. નોકરીના કાર્યમાં ઉત્સાહ જોવા મળશે, વિદેશના મિત્રો તરફથી સારા સમાચાર મળી શકે છે. લાંબો પ્રવાસ કરી શકો છો.
મિથુન:
આજે ખર્ચાને કારણે મગજમાં સતત વિચારો આવ્યા કરશે, કાર્યમાં અડચણ જોવા મળી શકે છે. વાદ-વિવાદથી બને ત્યાં સુધી દૂર રહેજો.
કર્ક:
આજે જૂના કાર્યો પૂર્ણ થશે, જોખમી રોકાણમાં લાભ થશે. સ્વાદિષ્ટ ભોજન અને નવા વસ્ત્રોની ખરીદી કરી શકશો. વાહનસુખ પ્રાપ્ત થશે અને વેપારમાં ભાગીદારી કરવાથી લાભ થશે.
સિંહ:
આજે સન્માનમાં વધારો થશે અને પ્રાર્થનાથી મન પ્રસન્નન થશે. નોકરીમાં સારો સહયોગ મળશે અને આ રાશિના જાતકો જો લાંબા સમયથી બિમાર હશે તો રોગમાંથી મુક્તિ મળશે. મોસાળ તરફથી સમાચાર આવી શકે છે. પ્રતિસ્પર્ધી હારશે અને તબિયત પણ સારી રહેશે.
કન્યા:
આજે આધ્યાત્મિક સુખ મળશે. નવી તકો મળશે. પતિસ્પર્ધીઓ હારશે અને આર્થિક લાભ મળી શકે છે. જાહેર ક્ષેત્રમાં માન-સન્માનમાં વધારો થશે, જેથી મન પ્રસન્ન થશે.
તુલા:
આજે દૂરની યાત્રા કરવી નહી, વાહન સાવધાની પૂર્વક ચલાવજો. અજાણ્યા લોકો પર ભરોસો કરવો નહી. માતા-પિતા સાથે વાદ-વિવાદ થતા તેમની તબિયત પર અસર થઇ જશે છે. દસ્તાવેજને લઇને કોઇ પણ નિર્ણય કરતા ધ્યાન રાખજો.
વૃશ્ચિક:
આજે જીવનસાથીનો સહયોગ મળશે. શેર બજારમાં રોકાણ કરી શકો છે. મનોરંજન પાછળ ખર્ચ થશે અને પ્રિય વ્યકિત સાથે આનંદમાં સમય પસાર કરી શકશો.
ધન:
આજે પ્રગતિ થશે, લાંબા સમયથી અટકેલુ કામ થશે અને શત્રુઓ હારશે. સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નાના પ્રવાસનો યોગ છે, આજે સફળતા મળશે. લોકપ્રિયતામાં વધારો થશે.
મકર:
આજે મંનોરંજન કાર્ય પાછળ સમય પસાર થશે, બુદ્ઘિ અને વિવેકથી સફળતા મળશે. આજે માંગલિક પ્રસંગોમાં હાજરી આપશો, સ્ત્રીઓ સહિત અને પત્ની-પુત્ર તરફથી લાભ મળશે. વિવાહિત લોકો માટે આજનો દિવસ શુભ રહેશે.
કુંભ:
આજે વિવાદમાં પડશો નહી, ક્રોધ અને વાણી પર સંયમ રાખજો. આજે પરિવારના સભ્યો સાથે વિવાદ થઇ શકે છે અને દુર્ઘટનાથી બચજો. આજે માનસિક તણાવ જોવા મળી શકે છે.
મીન:
આત્મવિશ્વાસમાં વધારો થશે અને મહેનત પ્રમાણે લાભ પણ મળશે. વુદ્ઘો અને ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ મળશે. આજે માનસિક બોજમાંથી મુક્તિ મળશે. ગૃહસ્થજીવનમાં આનંદ જોવા મળશે. આજે ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે.