SHORT & SIMPLE /
કામનો સ્ટ્રેસ કે પારિવારિક કારણ? જૂનાગઢના વંથલીમાં પોલીસકર્મીએ વાડીએ જઈને ગળે ફાંસો ખાધો, તપાસનો ધમધમાટ
Team VTV08:05 PM, 21 Mar 23
| Updated: 08:24 PM, 21 Mar 23
જૂનાગઢમાં એક પોલીસકર્મીએ ઝાડ પર દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ મોતને ભેટ્યું.
જૂનાગઢના વંથલી પોલીસકર્મીએ કરી આત્મહત્યા
ગળે ફાંસો ખાઇને કરી આત્મહત્યા
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
જૂનાગઢના વંથલીમાં એક પોલીસકર્મીએ આત્મહત્યા કરી છે. બ્રિજેશભાઈ લવડિયાએ શાપુરગામ પાસેની વાડીમાં ઝાડ પર દોરડું બાંધી, ગળે ફાંસો ખાઈને આ પોલીસકર્મીએ જીવન ટૂંકાવી લીધું છે. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
પોલીસકર્મી બ્રિજેશભાઈ લવડિયાએ ગળે ફાંસો ખાઇને કરી આત્મહત્યા
શું છે કારણ?
પોલીસકર્મીની આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ કામનું સ્ટ્રેસ કે પારિવારિક કારણોસર આ પગલું ભર્યું છે કે કેમ-તે હાલમાં પોલીસની તપાસનો મુખ્ય વિષય છે.