બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વીડિયોઝ / અન્ય જિલ્લા / પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતા યુવકે જીવન ટૂંકાવ્યું, GPSCના ચેરમેન હસમુખ પટેલે કહી આ વાત
Last Updated: 07:49 PM, 11 January 2025
હાલ સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગની લોકરક્ષક અને પીએસઆઇ ની ભરતી પ્રક્રિયા શરૂ છે. ત્યારે માણાવદર તાલુકાના દગડ ગામના 29 વર્ષીય પરેશ હમીરભાઈ કાનગડ નામનો યુવક 9/1/2025 ના પોલીસ ભરતીની પરીક્ષા આપવા માટે જામનગર ગયો હતો. છેલ્લા 8 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો યુવક પોલીસ ગ્રાઉન્ડમાં સમયસર દોડ પૂરી ન કરતા નાપાસ થયો હતો.પોલીસની દોડમાં નાપાસ થયેલા યુવકને મનમાં લાગી આવતા 29 વર્ષીય પરેશે ગળે બાંટવા નજીક અવાવરૂ જંગમાં જઈ ગળેફાંસો ખાય આત્મહત્યા કરતા પરિવાર પર આભ ફાટ્યું છે.
ADVERTISEMENT
પરેશ ઘણા સમયતી અલગ અલગ પરીક્ષાની તૈયારી કરતો હતો
ADVERTISEMENT
મૃતકના સગા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પરેશ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પરીક્ષાની તૈયારી કરતો હતો. ત્યારે ગત 9/1/2025 ના જામનગર ખાતે પોલીસ ભરતી પ્રક્રિયા માટે ગયો હતો.જ્યાં દોડમાં પરેશ નાપાસ થયો હતો પરંતુ પરિવારજનો અને મિત્રોએ પરેશને ફોન કરતા તેમને કહ્યું હતું કે હું પાસ થયો છું. ત્યારે પરિવારને પાસ થયા નું કહી દીધા બાદ પરેશ જામનગર થી ઘરે આવવા નીકળ્યો હતો. ત્યારબાદ પરેશ બાટવા નજીક આવેલા જંગલમાં જઈ પ્લાસ્ટિકની દોરી બાવળ સાથે બાંધી ગળેફાંસો ખાય આત્મહત્યા કરી હતી. ત્યારે ઘણી કલાકો વીત્યા બાદ પરેશ કરે ન ફરતા તેનો મોબાઇલ પણ બંધ આવ્યો હતો. ત્યારે પરિવારજનો અને મિત્રોએ પરેશની શોધખોળ હાથ ધરી હતી ત્યારે રાત્રિના પરેશનું બાઈક રોડ પર જોવા મળ્યું હતું અને જંગલ વિસ્તારમાં બાવળ પર દોરી બાંધી પરેશ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો.
(મૃતક)
મૃતકને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવાર પર આભ તૂટી પડ્યું
પરિવારજનોએ તેને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવાર પર આભ ફાટ્યું હતું. તો આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતક પરેશના મૃતદેહને પીએમ માટે માણાવદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે અકસ્માત મૃત્યુ નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર ખાતે પોલીસ ભરતી માટે દોડમાં ગયો હતો
ડીવાયએસપી બીસી ઠક્કર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ગત તારીખ 9 ના બાટવા નજીક બાવળની કાંટમાં માણાવદર તાલુકાના દગડ ગામના 29 વર્ષની યુવાને ગળેફાંસો ખાય આપઘાત કર્યાની બાંટવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. જેમાં મૃતક યુવાન પરેશભાઈ કાનગડના ભાઈ મનીષભાઈ કાનગડે બાટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું હતું કે તેમનો ભાઈ પરેશ કાનગડ ગત 9 જાન્યુઆરી 2025 ના જામનગર ખાતે પોલીસ ભરતી માટે દોડ માટે ગયો હતો. જ્યાં તે દોડમાં પરેશ નાપાસ થયો હતો જેનુ લાગી આવતાં તેમને ગળેફાસો ખાય આત્મહત્યા કરી છે. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવાઓ હિંમત ન હારો મહેનત કરતા રહો
આપઘાતની ઘટનાને લઇ આજના યુવાનો ને પૂછતા યુવાનો કહે છે કે ક્યારે સંઘર્ષમાં હાર ન માની અને વિદ્યાર્થીઓ પોતાની મહેનત વધારી અને મહેનત કરવી જોઈએ ફક્ત એક જ સેક્ટર આપણા માટે નથી હોતું અલગ અલગ જગ્યાએ પ્રયત્નો વધારતા સફળતા મળી શકે છે અને યુવાનોને ખાસ સંદેશાઓ પણ આપે છે તે હિંમત ન હારો અને મહેનત કરતા રહો સફળતા આપવા આપ મળશે.
વધુ વાંચોઃ અમદાવાદીઓ માટે ખુશખબર! અરિજિત સિંહની કોન્સર્ટને લઈ મેટ્રો ટ્રેનનો ટાઈમ વધારાયો
આત્મહત્યા મુદ્દે GPSC ચેરમેનની પ્રતિક્રિયા
જૂનાગઢમાં પરેશ કાનગઢની આત્મહત્યા મામલે જીપીએસસી ચેરમેને તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જીંદગી બહુ મુલ્યવાન છે. તેમજ કોઈ પણ નિષ્ફળતા કાયમી હોતી નથી. તેમજ પરીક્ષાની તાણ વખતે હેલ્પલાઈન પર કોલ કરી શકો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.