જૂનાગઢ: પિતાને પોલીસે ઢોર માર મારતા દીકરીએ કર્યો આપઘાત 

By : vishal 04:23 PM, 16 May 2018 | Updated : 04:23 PM, 16 May 2018
જૂનાગઢના વિસાવદરમાં એક આધેડ શખ્સને પોલીસે માર મારતા દીકરીએ દવા પીધાની ઘટના સામે આવી છે. પિતાને માર મારવાના મામલામાં દીકરીએ પોલીસને આપઘાતની ચિમકી પણ આપી હતી.

સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, જુનાગઢના વિસાવદરમાં એક આધેડ ઉમરના વ્યક્તિને પોલીસે ઢોર માર માર્યો હતો. પોલીસે ઢોર માર મારતા તે વ્યક્તિની દીકરીએ પોલીસને કહ્યું કે, તમે મારા પિતાને મારશો તો હું આત્મહત્યા કરી લઈશ.

દીકરીએ આત્મહત્યાની ચિમકી આપ્યા બાદ પણ પોલીસે આધેડને માર મારતા દીકરીએ ઝેરી દવા પી લીધી હતી. દીકરીએ દવા પીતાં ચકચાર મચી ગઈ હતી, અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હોસ્પિટલમાં લઇ ગયા બાદ સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું હતું. દીકરીના મોત બાદ પરિવારજનો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. જોકે હજુ એ નથી જાણી શકાયું કે, પોલીસે આધેડ શખ્સને કેમ માર માર્યો હતો. Recent Story

Popular Story