જૂનાગઢના ડીએમ રચિત રાજે કર્મચારીઓને બેસીને કામ કરવાથી થતાં રોગોથી બચાવવા માટે નવી પહેલ શરૂ કરી છે, જેને લઈ ક્લેક્ટર કચેરીએ કર્મચારીઓ સાથે સ્ટેન્ડિંગ બેઠકો યોજવામાં આવે છે
જૂનાગઢમાં કલેક્ટર ઉભા રહીને કામ કરવાની બાબત પર વધુ જોર આપ્યું
વિવિધ બિમારીઓથી બચવા માટે આ પ્રકારનો પ્રથમ પ્રયોગ: ડીએમ
કર્મચારીઓએ ડીએમ રચિત રાજની આ પહેલને વખાણી
બેસીને કામ કરવાથી શરીરના અન્ય ભાગોમાં લોહીનો પરિભ્રમણ ઓછો થાય છે તેની અસર હૃદય પર પણ પડે છે, જૂનાગઢના ડીએમ રચિત રાજે કર્મચારીઓને તેનાથી બચાવવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. જેને લઈ ક્લેક્ટર કચેરીએ કર્મચારીઓ સાથે સ્ટેન્ડિંગ બેઠકો યોજવામાં આવે છે. કર્મચારીઓ પણ આ પહેલથી ખુશ છે.
ખુરશીમાં બેસી રહેવાની આદત હોય તો ક્યારેક મોંઘી સાબિત થઈ શકે છે
આજકાલના સમયમાં ઓફિસમાં લોકો પોતાની ખુરશી પર ચોંટી રહેતા હોય છે. આદતના કારણે અથવા તો કામના લોડમાં ખુરશીમાંથી ઉભા થવાનું ટાઈમ જ મળતો હોતો નથી, પરંતુ આ આદત અનેક બિમારીઓ લાવી શકે છે, વધુ પડતો સમય ખુરશીમાં બેસી રહેવાની આદત હોય તો તે ક્યારેક મોંઘી સાબિત થઈ શકે છે. ખુરશીમાં બેસીને કામ કરવાથી શરીરના વિવિધ અંગોના રોગો થઈ શકે છે તેમજ શરીરમાં લોહીના પરિભ્રમણમાં પણ ઘટાડો થાય છે અને તેની અસર હર્દય પર પણ પડી શકે છે.
જૂનાગઢ વહીવટી તંત્ર
જૂનાગઢ વહીવટી તંત્રએ કામ કરવાની પદ્ધતિ બદલી
આ તમામ બાબતોથી બચવા માટે જૂનાગઢ વહીવટી તંત્રએ કામ કરવાની પદ્ધતિ બદલી છે. જૂનાગઢમાં કલેક્ટર ઉભા રહીને કામ કરવાની બાબત પર વધુ જોર આપી રહ્યાં છે કેમ કે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર, હ્રદય અને ફેફસા, માસપેશિયાને લગતી વિવિધ બિમારીઓથી બચી શકાય છે. સાથો સાથ કર્મચારીઓ તેમની ઉર્જાનો વધુ ઉપયોગ કરીને કામ કરી શકે.
જૂનાગઢ ક્લેક્ટર ઉભા રહીને કામ કરવાનો આગ્રહ કરી રહ્યા છે
આવા રોગોથી બચવા જૂનાગઢ જિલ્લા ક્લેક્ટર ઉભા રહીને કામ કરવાનો આગ્રહ કરી રહ્યા છે. ડીએમ રચિત રાજે કહ્યું કે આજના સમયમાં વિવિધ બિમારીઓથી બચવા માટે આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે, આ પ્રકારનો પ્રયોગ અત્યાર સુધી દેશના કોઈપણ ડીએમ ઓફિસમાં થયો નથી. ડીએમની આ પહેલથી જિલ્લા કલેક્ટર કચેરીમાં કામ કરતા લોકો ખુશ છે.
જૂનાગઢ વહીવટી તંત્ર
બેઠકમાં ઉભા રહીને કર્મચારીઓ ચર્ચા કરે છે
કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ખુરશી પર બેસીને સતત કામ કરવાનું દબાવ અનેક રોગોને નોંતરે છે. તેમજ તેનાથી લાંબા સમય સુધી કામ કરવાની અસર થાય છે. કર્મચારીઓએ ડીએમ રચિત રાજની આ પહેલને વખાણી હતી. એક વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ક્લેક્ટર સાથેની બેઠકમાં ઉભા રહીને ચર્ચા કરતા નજરે ચડે છે.