બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જમીન કૌભાંડ કેસમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જે.કે.સ્વામીની CID ક્રાઇમે કરી ધરપકડ
Last Updated: 11:31 PM, 15 October 2024
જમીન કૌભાંડ કેસમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતની CID ક્રાઇમે ધરપકડ કરી છે. જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મહંત વિરૂદ્ધ રાજકોટ અને સુરતમાં ગુનો નોંધાયા છે ત્યારે CID ક્રાઇમે 10 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સુરતમાં કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી
અત્રે જણાવીએ કે, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જે.કે.સ્વામી વિરૂદ્ધ સુરતના કોર્પોરેટરએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી જે.કે.સ્વામીની છેતરપિંડીનો ભોગ બન્યા છે. સુરતના વોર્ડ નંબર 22ના ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી સાથે જે.કે.સ્વામીએ 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: વાવ બેઠક પર રહેશે કોંગ્રેસને દબદબો કે ભાજપ પાડશે ગાબડું, બંને પક્ષના નેતાઓના જીતના દાવા
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતના અગાઉ પણ કાસ્તાન સામે આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતના કારસ્તાન સામે આવ્યા હતા. તેમણે આણંદમાં પોઇચા જેવો સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ બનાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. 2016માં પ્રોજેક્ટ માટે જમીનનો સોદો કરવા 1.70 કરોડ પડાવ્યા હતા. સાથે જ આણંદના રીંઝા ગામે નદીના કિનારે મંદિર બનાવવાની લાલચ આપી હતી. જમીન દલાલ સુરેશ ઘોરીએ એક ડૉક્ટરને સંત જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.