બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં TRB જવાને રોંગ સાઈડમાં આવતા મહિલા PIને રોકતા બબાલ, વીડિયો વાયરલ
Last Updated: 11:52 PM, 11 January 2025
કહેવાય છે કે, કાયદો બધા માટે સરખો...પરંતુ જૂનાગઢમાં પ્રોબેશન PIએ જે ખાખીનો રૌફ જમાવ્યો છે, જેના પછી ક્ષણભર માટે થાય કે, પોલીસ અધિકારી બની ગયા પછી કાયદાના પના ટૂંકા પડે તો નવાઈ નહીં. કારણે કે, એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રોંગસાઇડમાં બાઇક ચલાવતા પ્રોબેશન PIને રોકવામાં આવતાં હંગામો મચાવી દીધો હતો.
ADVERTISEMENT
TRB જવાન સામે પ્રોબેશન PIનો રૌફ
ADVERTISEMENT
પ્રોબેશન PI કે.આર.સુવાએ TRB જવાન સામે રૌફ બતાવ્યો હતો અને કાયદાના ધજાગરા ઉડાવી PIએ ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરી હતી. જે વીડિયોમાં કે.આર.સુવાનો વટ જુઓ તો લાગે કે, કાયાદાની બધી જ કલમો અને ટ્રાફિકના નિયમો તેમનાથી પર છે. તેઓ TRB જવાનને કહે છે કે, ''લોકો પૂછે તો કહી દેવાય કે મારા સાહેબ છે''
આ પણ વાંચો: જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગુલ્લીબાજ ડોક્ટરોથી દર્દીઓ પરેશાન, જુઓ વાયરલ વીડિયો
''બહેન બહેન બોલ ના હું તારી સાહેબ છું''
જે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે,પ્રોબેશન PI કે.આર.સુવા કહે છે કે, ''અહી કોણ છે જાડેજા સાહેબ છે કોણ? હું બી ડિવિઝનમાંથી સેકેન્ડ PI છું, એટલે માપે રહેજે. હું મારો નામ આપું તોય તમે આમ છે અને તેમ છે કહો છો... પોલીસમાં છીએ તોય એટલું નહી ચલાવતા.. પબ્લિકને કહી દેવાનું કે, આ સાહેબ હતા. તમને ખબર નથી પડતી કે, પબ્લિકને કેમ જવાબ આપવો. મને બહેન બહેન બોલ ના હું તારી સાહેબ છું''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT