Team VTV09:42 AM, 06 Feb 20
| Updated: 11:10 AM, 06 Feb 20
જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં ભેળસેળ કરવા મામલે હવે LCBએ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે LCBએ 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે આ શખ્સોએ ટેકાના ભાવની મગફળીમાં નબળી મગફળી ભેળવી દીધી હતી. જે ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભેળસેળ મામલો
4 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી
LCBએ 3 શખ્સની ધરપકડ કરી
છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં ભેળસેળને લઇને વિવાદ સર્જાયો હતો. જેને લઇને 4 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવીહતી.
જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં ભેળસેળની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે પોલીસે 4 શખ્સ વિરુધ્ધ દાખલ કરેલી ફરિયાદને લઇને 3ને પોલીસે ધરપકડ કરી લીધી છે. જો કે હજી પણ એક શખ્સ ફરાર હોય શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ ભેંસાણ મગફળી કૌભાંડ મામલે ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો. સરકાર કૌભાંડીકારીને છાવરતી હોવાનો આક્ષેપ લલિત વસોયાએ કર્યો હતો. આ સાથે કોંગ્રેસ નેતાએ પુરવઠા મંત્રી પર પણ આકરા પ્રહાર કર્યાં હતા.