બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિધિ કરવાની છે! કહી ઘરનો દરવાજો બંધ કરી મહિલાને થપ્પડો જડી, બાદમાં આચર્યું દુષ્કર્મ
Last Updated: 11:03 PM, 13 January 2025
જૂનાગઢના કેશોદ તાલુકાના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પંચાળા ગામની મહિલા સાથે ગામના જ શખ્સે જ તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડો મારી બળજબરી પર્વક દુષ્કર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
(આરોપીની તસવીર)
ADVERTISEMENT
મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
ઘરમાં સુખ શાંતિ અને ધંધા બરકત આવે તે માટે મહિલાએ તાંત્રિક વિધિ કરનાર રણજીત પરમાર સાથે વાત કરી હતી. ત્યારે રણજીત પરમાર તાંત્રિક વિધિ કરવા રાત્રીના સમયે મહિલાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં આરોપી મહેશ પરમારે મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો: છેલ્લી ઘડીએ ઉત્તરાયણની ખરીદી કરવા બજારમાં ચિક્કાર ભીડ, જુઓ કયા શહેરમાં કેવો માહોલ?
પોલીસે આરોપીની ધરપકડ કરી
ભોગ બનનાર મહિલાએ આ સમગ્ર બાબતની જાણ જેઠાણી અને પતિને જણાવતા તેમણે હિંમત આપતા મહિલાને કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારબાદ તાંત્રિક વિધિ કરનાર આરોપી રણજીત પરમાર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે હાલ કેશોદ પોલીસે આરોપી મહેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.