બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junagadh lion dead Machhundri river droneshwar girgadhda

ગીર / બે દિવસમાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત, મચ્છુન્દ્રી નદીના કાંઠે મળ્યો બીજો મૃતદેહ

vtvAdmin

Last Updated: 09:15 PM, 3 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આકાશમાંથી ધમધોખતા આ તડકાથી માત્ર મનુષ્ય જ નહીં પણ પરંતુ જંગલના રાજા પણ ત્રાસી ગયા છે. ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એશિયાટીક સિંહોના જંગલમાં પણ હવે પાણીના સ્ત્રોતો નથી રહ્યા. એ જ કારણ છે કે હવે વનરાજા પીવાના પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે એક ગીરગઢડાના દ્રોણેશ્વર પાસે અને જસાધાર રેન્જ પાસે એક સિંહનું મોત થતા વનવિભાગે તપાસ હાથધરી છે.

ગીરગઢડાના દ્રોણેશ્વર પાસે વધુ એક સિંહના મોતની ઘટના સામે આવી છે. 5 વર્ષીય સિંહનો મૃતદેહ મચ્છુન્દ્રી નદીના કાંઠેથી મળી આવ્યો છે. આ સિંહના શંકાસ્પદ મોતના પગલે વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહત્વનું છે કે 2 દિવસમાં વધુ એક સિંહનું મોત નિપજતા વનવિભાગમાં હડકંપ મચ્યો છે.

બે દિવસમાં અગાઉ એક સિંહનું થયું હતું મોત
બે દિવસ અગાઉ જૂનાગઢના ધારી ગીર પૂર્વમા જસાધાર રેન્જ પાસેથી પણ સિંહનો મૃતદેહ મળ્યો હતો. મચ્છુન્દ્રી ડેમ પાસેથી 4થી 5 વર્ષનો સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે સિંહનું મોત બે દિવસ પહેલા થયું હોવાનું વન વિભાગે અનુમાન કર્યુ હતું.

જોકે આ સિંહના દેહ પર કોઇ ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા. તેમના તમામ નખ પણ સલામત હતા. ત્યારે હવે સિંહના મોતનું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gir gujarat lion dead gir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ