બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં ડ્રોન કેમેરાની મદદથી દીપડાનું રેસ્ક્યૂ, દિલધડક ઓપરેશનમાં AIનો ભરપૂર ઉપયોગ
Last Updated: 03:38 PM, 5 August 2024
વન્ય પ્રાણીઓના રક્ષણ માટે હવે વન વિભાગ પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. અને વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ તેમજ પ્રાણીઓના રક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એ આઈ નો ઉપયોગ કરી રહ્યું છે.જુ નાગઢ વન્ય પ્રાણી વર્તુળ વિસ્તારમાં એ આઈ નો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે અને પ્રાણીઓને બચાવવા માટેનું રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વન વિભાગ દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો
ADVERTISEMENT
વન્ય પ્રાણીઓ હવે જંગલ છોડીને રહેણાક વિસ્તારમાં મોટા પ્રમાણમાં આવી રહ્યા છે ત્યારે દીપડા સિંહ સહિતના વન્ય પ્રાણીઓ જ્યારે કોઈ એવી જગ્યાએ ફસાઈ જાય છે જેનું રેસ્ક્યુ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે ત્યારે વન વિભાગ દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે..વન વિભાગ એ ડ્રોનની મદદથી તાજેતરમાં જ અમરેલી જિલ્લાના રાજુલા ખાતે દીપડાનો રેસક્યુ કર્યું હતું.
દીપડાનું રેસ્ક્યું કરવામાં આવ્યું
ખૂબ જ સાંકડી અને અવાવરું જગ્યામાં દિપડો ફસાઈ ચૂક્યો હતો જેને બેભાન કરો ખૂબ જ મુસીબત ભર્યું હતું. ત્યારે ડોન કેમેરાની મદદથી દીપડાનું લોકેશન મેળવીને તેને બેભાન કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા આ ડ્રોનમાં લાગેલા કેમેરા ખૂબ જ હાયર રિઝોલ્યુશન ન હોવાથી તે વન્ય પ્રાણીનું શરીરનું તાપમાન ચેક કરવામાં આવે છે. અને તેની જાણકારી મેળવીને વન વિભાગ તેને બેભાન કર્યો હતો.
વધુ વાંચોઃ ખેડૂતો માટે ખુશખબર! જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ આટલો ભરાયો, સિંચાઇમાં રેલમછેલ
દીપડાનું રેસ્ક્યું કરવામાં આવ્યું
ડ્રોન કેમેરાની મદદથી વન્ય પ્રાણીઓનું લોકેશન મેળવવામાં આવે છે અને આ લોકેશન બાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવે છે વન વિભાગ દ્વારા પ્રથમ વખત ડ્રોન નો ઉપયોગ કરીને દિપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હજુ પણ વન વિભાગ સિંહોના સંરક્ષણ માટે આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યું છે જેને ટૂંક સમયમાં જ ઉપયોગમાં લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.