બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / junagadh Diwali Festival Happy News Gir Lion Safari

જૂનાગઢ / દિવાળીના તહેવારમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, 16 ઓક્ટોબરથી થઇ શકશે સિંહ દર્શન

Divyesh

Last Updated: 12:41 PM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે દિવાળીના તહેવારમાં ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે ખુશખબર છે. જેમાં સાસણગીર ખાતે 16 ઓક્ટોબરથી સિંહ દર્શનને ખુલ્લુ મુકવામાં આવશે. આમ સિંહોના વેકેશન બાદ દર્શનની શરૂઆત થતાં લોકો સિંહ દર્શન કરી શકશે.

  • દિવાળીના તહેવારમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર
  • 16 ઓક્ટોબરથી સાસણ ગીરમાં થઈ શકશે સિંહ દર્શન
  • વનવિભાગ દ્વારા લીલીઝંડી બતાવી સિંહદર્શન ખુલ્લું મુકાશે

16 ઓક્ટોબરથી સાસણ ગીરમાં સિંહ દર્શન ખુલ્લુ મુકાશે

દિવાળીના તહેવારમાં સાસણગીરમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. 16 ઓક્ટોબરથી સાસણગીરમાં સિંહ દર્શનને ખુલ્લુ મુકવામાં આવશે. વનવિભાગ દ્વારા સિંહ દર્શન કરવાને લીલીઝંડી પણ આપવામાં આવી છે.

સિંહનું વેકેશન પુરુ થતાં લોકોનો ઘસારો જોવા મળશે.

16 ઓક્ટોબરથી સાસણ ગીરમાં સિંહ દર્શન અંગેની વનવિભાગે આપેલી લીલી ઝંડી બાદ લોકોનો ઘસારો જોવા મળશે. જેમાં સિંહ દર્શન ખુલે તે પહેલા જ લોકોએ ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે. સિંહનું વેકેશન બાદ હજારો પ્રવાસીઓ દર્શન કરવા માટે આવી પહોંચશે.

હજારો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવશે

16 તારીખથી ખુલી રહેલા સિંહ દર્શન માટે હજારો પ્રવાસીઓ દ્વારા ઓન લાઇન  બુકિંગ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ગીરમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. જેને લઇને પ્રવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ