બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'તું તાબે નહી થાય તો મારી નાખીશ', જૂનાગઢમાં કંલકિત કોન્ટ્રાકટરના કાળા કામ, યુવતી મોતના મુખમાં
Last Updated: 11:14 PM, 7 September 2024
જૂનાગઢમાં માંગરોળના લોઈજ ગામમાં એક હેવાન શખ્સે હદ વટાવી છે. યુવતી મજૂરી કરવા જતી હતી ત્યારે કોન્ટ્રકટરે એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યો. હેવાન શખ્સના પાપે યુવતી માતા બની અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. માંગરોળમાં મજૂરી કામ માટે જતી 19 વર્ષની યુવતી સાથે તેના જ કોન્ટ્રાક્ટરે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે
ADVERTISEMENT
કોન્ટ્રાકટરના પાપે યુવતી માતા બની
ADVERTISEMENT
માંગરોળમાં રહેતી 19 વર્ષની યુવતી પોતાની માતા સાથે મજૂરી કામે જતી હતી. જ્યાં કોન્ટ્રાક્ટર શખ્સની નિયત બગડી હતી. એક દિવસ યુવતી જ્યારે એકલી હતી ત્યારે આરોપીએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ 19 વર્ષીય યુવતીને પોતાની વાસનાનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી. જે અંગે કોઈને જાણ કરવામાં આવશે તો તેના માતા પિતા ને મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતી આ ધમકીથી ગભરાઈને ચૂપચાપ તેનો અત્યાચાર સહન કરતી રહી. આમ અચાનક એક દિવસ તેના પેટમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના રસ્તા પર સ્પાઇડર મેન અને હલ્ક પોસ્ટર લઈને નીકળ્યા, ગણેશ ચતુર્થી પર AMCનો અનોખો સંદેશ
પોલીસે આરોપીની કરી ધરપકડ
હોસ્પિટલામાં સારવાર દરમિયાન પરિવારજનોને જાણ થઈ કે યુવતીને પાંચ માસનો ગર્ભ છે. જે અંગે માતા પિતા દ્વારા પૂછપરછ કરવામાં આવતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.