બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કપાસનો સંગ્રહ કરવો કે ન કરવો? કૃષિ યુનર્વિસટીના વૈજ્ઞાનિકે આપી સોના જેવી સલાહ
Last Updated: 08:38 PM, 14 November 2024
જૂનાગઢ કૃષિ યુનર્વિસટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની સલાહ આપી છે. દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે. જ્યારે અમેરિકામાં વધ્યું હોવાથી વિશ્વમાં કપાસના ભાવો વધવાની શક્યતા ખૂબ ઓછી રહેલી છે.
ADVERTISEMENT
કૃષિ યુનર્વિસટીના વૈજ્ઞાનિકની સલાહ
ADVERTISEMENT
ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવો ઊંચા રહેશે તેવું વૈજ્ઞાનિક મગન ધાંધલિયાએ સંભવના વ્યક્ત કરી છે..આ સાથે કપાસના ભાવ 1400 થી 1600 સુધી રહેવાની સંભાવના પણ દર્શાવી છે. તેમજ આ વર્ષે કપાસના ઉત્પાદનમાં 300 હેક્ટરનો ઘટાડો થતા ઉંચા ભાવ મળે તેમ છે. જ્યારે ભવિષ્યમાં ભાવો વધુ નીચા જવાની સંભાવના તેથી સંગ્રહ કરવો હિતાવહ નથી તેમ તેમણે ખેડૂતોને ચેતવણી આપી છે.
આ પણ વાંચો: ખ્યાતિ કાંડ બાદ અન્ય હોસ્પિટલો સરકારના આદેશથી ફફડી, ઠંડી માટે 'ઠંડી' આગાહી, જુઓ સૌથી મોટા 8 સમાચાર
આ વર્ષે જ મળશે ઉંચા ભાવ ?
વૈશ્વિક બજારમાં પણ નિકાસ ગત વર્ષ કરતાં ઘટશે. અત્યારે કપાસના ભાવ ટેકાના કારણે મળ્યા છે...આ મુદ્દે CCIનું પ્રેશર આવતા કપાસના ભાવ ઘટીને 700 થઇ શકે છે તેવી શક્યતા ગુજરાત ટ્રેડ એસોસિએશનના સેક્રેટરી દર્શાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.