Team VTV12:00 AM, 25 Dec 19
| Updated: 11:43 AM, 25 Dec 19
રાજ્યમાં અધિકારીઓ એક બાદ એક લાંચ લેતા ઝડપાય છે ત્યારે જૂનાગઢના PI લાંચ લેતા ઝડપાયા છે. જૂનાગઢ PI ડી.ડી. ચાવડા અમદાવાદ ACBએ રેડ પાડી હતી.
ગૌશાળાની અરજી મામલે લાંચનો કેસ આવ્યો સામે
એસીબી ચીફ કેશવકુમારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન સફળ
ફરિયાદી પાસે રૂ.18 લાખની માગી હતી લાંચ
જૂનાગઢ ACBના PI લાંચ લેતા ઝડપાયા છે. જૂનાગઢ ACB ના PI ડી.ડી. ચાવડાને અમદાવાદ ACBએ 18 લાખની લાંચ લેતા પકડ્યા છે. ગૌશાળાની અરજી મામલે લાંચનો કેસ સામે આવ્યો છે. ACB ચીફ કેશવકુમારના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક આ ઓપરેશન પાર પડાયું છે.