જૂનાગઢ: યુવતીના આપઘાત મામલે વિસાવદરના બે PSI સામે ગુનો દાખલ

By : vishal 10:47 AM, 17 May 2018 | Updated : 10:47 AM, 17 May 2018
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પોલીસના ત્રાસથી યુવતીના આપઘાત મામલે આખરે 24 કલાક બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ અંગે વિસાવદરના બે PSI  સામે ગુનો દાખલ કરાયો છે. PSI વી.ટી પરમાર, અને આર.કે સાનિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલમ 306 અને કલમ 323 મુજબ ગુનો દાખલ કરાયો છે.  

સમગ્ર ઘટના વિષે જણાવીએ તો, ગઈકાલે જૂનાગઢના વિસાવદરમાં સામાન્ય બાબતે એક આધેડ ઉમરના વ્યક્તિને પોલીસે ઢોર માર મારતા તેની દીકરીએ પોલીસને આત્મહત્યાની ચીમકી આપી હતી.

પોલીસને આત્મહત્યાની ચીમકી આપવા છતાં પોલીસે દ્વારા તેના પિતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે દ્રશ્યો તેનાથી ન જોવાતા તેણે ઝેરી દવા પીધી હતી. 

ઝેરી દવા પીધા બાદ તેને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. જે અંગે વિસાવદરના બે PSI સામે કલમ 306 અને કલમ 323 મુજબ ગુનો દાખલ કરાયો છે. 
 



Recent Story

Popular Story