બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂના પહાડીયા ગામ બારોબાર વેચવાનો કેસ, પ્રાંત અધિકારીએ દસ્તાવેજ કર્યો નામંજૂર
Last Updated: 11:42 PM, 6 August 2024
ગાંધીનગરના દહેગામના જૂના પહાડીયા ગામ વેચાઇ જવાના મામલે ગામલોકોને વચગાળાની રાહત મળી છે. પ્રાંત અધિકારીએ વેચાણ દસ્તાવેજ નામંજૂર કર્યો છે. ખોટી રીતે દસ્તાવેજ કરનાર અને કરાવનારા સામે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાઇ હતી
ADVERTISEMENT
ADVERTISEMENT
2 કરોડમાં કરાયો હતો જમીનનો સોદો
દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામ વસેલુ છે એ જમીનના વારસદારો દ્વારા ગામજનોની જાણ બહાર અન્યને વેચી દેવામાં આવી હતી. પોલીસે સાત જેટલા વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી. બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરાયો હોવાથી તકરારી દાખલ કરાઈ છે. ગાંધીનગર એલસીબી દ્વારા બે આરોપી વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જશુજી ઝાલાની ધરપકડ કરાઈ હતી. જે બંને આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેમના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા. આ જમીનનો સોદો રૂ. બે કરોડમાં કરાયો હતો, જે પૈકી વારસદારોને રૂ. 50 લાખ મળ્યા હોવાનું ખુલ્યું હતું.
લોકો મુશ્કેલીમાં મુકાયા હતા
જે જગ્યા પર 80થી વધુ મકાન, પાણીની ટાંકી, પમ્પ, રૂમ, બે બોર, આરસીસી રોડ, ગટર લાઈન, ગેસ લાઈન, પાણીની લાઈન તેમજ 4 મંદિર તમામ વેચાઈ ગયા હતા. આ જગ્યા પર છેલ્લા 50 વર્ષથી લોકો પોતાનાં મકાન બાંધીને વસવાટ કરે છે. 7 વીધા જેટલી જમીન પર રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ચિંતા વધી, MS યુનિવર્સિટીમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ તંત્ર સજ્જ
પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી
દહેગામ તાલુકાનાં પહાડીયા ગામને વેચી દેવા મામલે પ્રાંત અધિકારી દ્વારા રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સબરજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ખાનગી સર્વે નંબર પર લોકો સ્ટેમ્પ પેપર પર જૂના લખાણ કરી મકાનો બાંધી 40 વર્ષ કરતા વધુ સમયથી રહે છે. રેવન્યુ રેકોર્ડ પર એન્ટ્રી કરવામાં આવી નથી. આ વિસ્તાર જુના પહાડીયા ગામ તરીકે ઓળખાય છે. રેવન્યુ રેકોર્ડ પર મૂળ માલિકનાં નામે ચાલતા હોવાથી વારસાનો લાભ આ જમીન ખુલ્લી હોવાનાં ફોટા બતાવી ખોટી માહિતી આપી વેચાણ દસ્તાવેજ કરાયો છે. જેની દહેગામ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT