જ્યૂસમાં રહેલ વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને ઈન્સ્યુલિનનું યોગ્ય ઉત્પાદન થાય છે. ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર નિયંત્રિત રહેશે.
બ્લડ શુગરના દર્દીઓ માટે જ્યૂસ ખૂબ જ લાભકારી હોઈ શકે છે
મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે
ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર નિયંત્રિત રહેશે
બ્લડ શુગરના દર્દીઓ માટે ફળો અને શાકભાજીના જ્યૂસ ખૂબ જ લાભકારી હોઈ શકે છે. આ જ્યૂસમાં રહેલ વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને ઈન્સ્યુલિનનું યોગ્ય ઉત્પાદન થાય છે. નિયમિતરૂપે આ જ્યૂસનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર નિયંત્રિત રહેશે. આ જ્યૂસ અને પોષક તત્ત્વો વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
કારેલાનું જ્યૂસ- ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનું જ્યૂસ લાભકારી હોઈ શકે છે. આ જ્યૂસ શુગર લેવલ ઓછું કરવામાં મદદ કરે છે. કારેલામાં વિટામીન એ અને વિટામીન સી ઉપરાંત ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. કારેલાના જ્યૂસમાં પોલીપેપ્ટાઈડ-પી હોય છે, જે ઈન્સ્યુલિનની જેમ કામ કરે અને શુગર લેવલ ઓછું થાય છે. કારેલાના જ્યૂસથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
તરબૂચનું જ્યૂસ- આ જ્યૂસમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર સહિત અનેક પ્રકારના પોષકતત્ત્વો હોય છે. તરબૂચમાં ભરપૂર માત્રામાં વિટામીન એ અને વિટામીન સી હોય છે, ઉપરાંત ટાઈપ 2 ડાયાબિટીસ સંબંધિત મુશ્કેલી પણ ઓછી થાય છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને મેટાબોલિઝમમાં વૃદ્ધિ થાય છે, ઉપરાંત ત્વચા માટે પણ ગુણકારી છે. જેથી શરીર હાઈડ્રેટેડ રહે છે.
પાલકનું જ્યૂસ- ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પાલકનું જ્યૂસ કારગર સાબિત થાય છે. સ્ટાર્ચ વગરના શાકભાજીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ઓછો હોય છે, જેથી શુગર લેવલ કંટ્રોલ રહે છે. પાલકમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, ફાઈટોન્યૂટ્રિએન્ટ્સ, ફાઈબર, પોટેશિયમ અને ભરપૂર માત્રામાં વિટામીન હોય છે. જેથી હ્રદય રોગ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું જોખમ ઓછું રહે છે.
ગાજરનું જ્યૂસ- ગાજરનું જ્યૂસ શુગર લેવલ મેનેજ કરવામાં મદદ કરે છે. યોગ્ય માત્રામાં ગાજરના જ્યૂસનું સેવન કરવાથી શુગર લેવલ વધતુ નથી અને શરીરને અનેક પ્રકારના ફાયદા પ્રદાન કરે છે. ગાજરમાં વિભિન્ન પ્રકારના મિનરલ્સ, વિટામીન અને કેરોટીનોયડ હોય છે. આ જ્યૂસનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ.
આમળાનું જ્યૂસ- ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં આમળાનું જ્યૂસ ખૂબ જ ગુણકારી છે. આમળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. ક્રોમિયમનો એક સારો સ્ત્રોત છેય આમળાના જ્યૂસથી કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ નિયંત્રિત રહે છે અને શુગર લેવલ વધતું નથી. હ્રદય રોગની બિમારીનું જોખમ ઓછું રહે છે અને પાચનમાં સહાયક છે. લીવર અને કિડનીના આરોગ્ય માટે આમળાનું જ્યૂસ લાભકારી છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)