બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:43 PM, 11 October 2024
દુનિયામાં જુગાડુ લોકોની કોઈ કમી નથી. આખી દુનિયા જુગાડ પર ચાલી રહી છે. તેમાં પણ ભારતના લોકો સામે જુગાડમાં કોઈ ટકી શકે તેમ નથી. જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છો તો તમે તમારા ફીડ પર આવા વીડિયો જોતા જ હશો. કેટલાક જુગાડ એવા છે જે ખૂબ જ ઉપયોગી લાગે છે જ્યારે કેટલાક જુગાડ નકામા લાગે છે. આવામાં સોશિયલ મીડિયા પર જુગાડનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આપણે બધા બાઇકનો ઉપયોગ ક્યાંક જવા-આવવા અને સામાન લાવવા માટે કરતાં હોઈએ છીએ પણ શું તમે ક્યારેય કપડાં સીવવા માટે બાઇકનો ઉપયોગ કર્યો છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કઈંક આવું જ જોવા મળી રહ્યું છે.
હવે સામન્ય રીતે કપડાં સીવવાના જે સિલાઈ મશીન હોય છે તેને બે રીતે હાથ અને પગ દ્વારા ચલાવવા આવે છે. હાથ દ્વારા ચલાવવામાં આવતું સિલાઈ મશીન લોકોના ઘરોમાં જોવા મળશે પરંતુ શું તમે ક્યારેય આ સિલાઈ મશીન બાઇક દ્વારા ચાલતું હોય એવો વિડીયો જોયો છે?
વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા મશીન વડે કપડાંમાં સિલાઈ કરી રહી છે અને સિલાઈ મશીન ચલાવવા માટે બાઇક સ્ટાર્ટ કરીને ઈંટના ટેકા પર પાર્ક કરવામાં આવે છે. હવે જેમ જેમ વ્હીલ ફરે છે તેમ મશીન આપોઆપ ફરી રહ્યું છે. હાલ આ જુગાડનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.