મક્કા મસ્જિદ કેસનો ચૂકાદો આપી થોડા જ કલાકોમાં જજ રેડ્ડીએ આપ્યું રાજીનામું

By : hiren joshi 08:16 PM, 16 April 2018 | Updated : 08:16 PM, 16 April 2018
નવી દિલ્હીઃ હૈદરાબાદની મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસનો નિર્ણય સંભળાવ્યાના થોડા જ કલાકો બાદ સ્પેશિયલ NIA કોર્ટના જજ રવિંદર રેડ્ડીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. રેડ્ડીએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પોતાનું રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપવા પાછળ તેમને વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો હતો.

જોકે રેડ્ડીએ 11 વર્ષ જુના કેસમાં ચુકાદો આપતા પુરાવાના અભાવે તમામ આરોપીઓને છોડી મુક્યાં હતાં. આ ચૂકાદાના થોડ જ સમય બાદ રવિંદર રેડ્ડીએ ન્યાયાધીશ પદેથી રાજીનામું આપી દીધું હતું.

રાજીનામાં માટે તેમણે પોતાના વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો હતો. જોકે આપને જણાવી દઈએ કે, 18 મે 2007માં હૈદરાબાદની મક્કા મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 9 લોકોના મોત થયાં હતા.Recent Story

Popular Story