JP Nadda said, "Trump lost to Corona because he lost, while PM Modi took bold decisions."
રાજનીતિ /
ભાજપ અધ્યક્ષે કરી તુલના,"કોરોના સામે ટ્રમ્પ કમજોર પડ્યા એટલે હાર્યા, જ્યારે કે પીએમ મોદીએ...
Team VTV07:51 PM, 06 Dec 20
| Updated: 07:53 PM, 06 Dec 20
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે યુ.એસ.માં કોરોના વાયરસ રોગચાળા અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવવાના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિશામાં બોલ્ડ નિર્ણયો લીધા હતા.
જે.પી.નડ્ડાએ કરી પીએમ મોદીની પ્રશંસા
કોરોના બાબતે અમેરિકા અને ભારતની કરી તુલના
ટ્રમ્પ કોરોનાની સામે યોગ્ય નિર્ણય લઈ ન શક્યા : ભાજપ અધ્યક્ષ
BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોરોના ને રોકવા અને મહામારીને લગતી કામગીરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે હિંમતભેર પગલાં લીધાં છે, જેનાથી અહીંની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી છે. અમેરિકાની તુલના કરતા નડ્ડાએ કહ્યું કે જ્યારે કોવિડ -19 પર મિસમેનેજમેન્ટને કારણે ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હતા, ત્યારે પીએમ મોદી ના નિર્ણયોને હવે લોકોએ મંજૂરી આપી દીધી છે.
શનિવારે દેહરાદૂન પહોંચ્યા હતા ભાજપ પ્રમુખ
BJP અધ્યક્ષ શનિવારે દહેરાદૂન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પક્ષના ધારાસભ્યો, પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, વિભાગીય વડાઓને મળ્યા હતા અને પાર્ટી સંગઠનને મજબૂત બનાવવાનો આગ્રહ કર્યો હતો. રવિવારે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે સ્વાસ્થ્ય અને આર્થિક મુદ્દાને લઇને યુ.એસ. હજુ પણ મૂંઝવણમાં છે, જ્યારે ભારતે લોકડાઉન જેવા હિંમતભર્યા પગલા લીધા છે અને 'જાન હૈ તો જહાં હૈ' મંત્ર અપનાવ્યો હતો.
Trump lost the presidency due to #COVID19 mismanagement. But Modiji took bold decision of lockdown. America is still indecisive of health vs economy issue but we pushed ahead with 'jaan hai toh jahan hai' philosophy: BJP President JP Nadda, addressing party workers in Uttarakhand pic.twitter.com/nblKYr7s0t
'ટ્રમ્પ ચૂંટણી હારી ગયા, પરંતુ મોદીજીએ હિંમતભર્યા નિર્ણયો લીધા'
દહેરાદૂનમાં ભાજપના કાર્યકરોને સંબોધતા નડ્ડાએ કહ્યું હતું કે, 'કોવિડ -19 પર ગેરવહીવટને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા. પરંતુ પીએમ મોદી એ લોકડાઉનનો બોલ્ડ નિર્ણય લીધો. અમેરિકા હજી પણ આરોગ્ય અને અર્થવ્યવસ્થાના મુદ્દે મૂંઝવણમાં છે. પણ અમે 'જાન હૈ તો જહાં હૈ' નું દર્શન અપનાવ્યું અને તેના પર આગળ વધ્યા. '
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં 2022 માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શુક્રવારે નડ્ડા ઉત્તરાખંડની ચાર દિવસીય મુલાકાતે આવ્યા હતા, જ્યારે તેમણે હરિદ્વારમાં હર કી પૌડીમાં પ્રાર્થના કરી હતી. નડ્ડાની આ મુલાકાત વિવિધ રાજ્યોમાં પાર્ટીને મજબૂત કરવા તેમની 120 દિવસીય મુલાકાતનો એક ભાગ છે.