બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / Journey from Engineer, Builder to Chief Minister

રાજકીય સફર / એન્જિનિયર-બિલ્ડરમાંથી રાજકારણમાં કઈ રીતે આવ્યા ભૂપેન્દ્ર પટેલ? 10 પોઈન્ટમાં જાણો આખી કહાણી

Dinesh

Last Updated: 07:59 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્જિનિયર, બિલ્ડરથી લઈને મુખ્યમંત્રી સુધી ભૂપેન્દ્ર પટેલની સફર; 2008થી 2010 સુધી અમદાવાદ નગર નિગમના ઉપાધ્યક્ષ અને 2015થી 2017 સુધી શહેરી વિકાસ બોર્ડના અધ્યક્ષ રહ્યાં છે

  • એન્જિનિયર, બિલ્ડરથી લઈને મુખ્યમંત્રી સુધીની સફર
  • CM પાસે આઠ કરોડ 22 લાખ રૂપિયાની સંપત્તિ છે
  • ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ નગર નિગમના ઉપાધ્યક્ષ રહ્યાં


ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી દેવામાં આવી છે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમનું નવું મંત્રીમંડળ આગામી 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શપથગ્રહણ કરશે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નજીકના ગણાતા ભૂપેન્દ્ર પટેલના જીવનની કહાની ખૂબ જ રોચક છે. તેઓ અન્જિનયરથી લઈ બિલ્ડર બન્યા અને પછી રાજનીતિની સફર.

ભૂપેન્દ્ર પટેલનો જન્મ અને પરિવાર
15 જુલાઈ 1962માં અમદાવાદમાં ભૂપેન્દ્ર પટેલનો જન્મ થયો હતો. તેમને લોકો દાદાના નામથી પણ જાણે છે. ભૂપેન્દ્ર પટેલના પિતાનું નામ રજનીકાંત પટેલ છે. તેમના પત્નીનું નામ હેત છે અને તેમના ભાઈનું નામ કેતન પટેલ છે તેમજ તેમના દિકરાનું નામ અનુજ પટેલ છે તેમજ તેમના પુત્રવધુનું નામ દેવાંશી છે.

ભૂપેન્દ્ર પટેલ કઈ જાતિ અને તેમનો અભ્યાસ
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના પાટીદાર સમાજના છે. તેઓ પાટીદાર આંદોલનને સમેટાવા માટે સારી ભૂમિકા ભજવી હતી. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સંગઠના અગ્રણી પણ ગણાય છે. તેમના અભ્યાય ડિપ્લોમાં સિવલ એન્જિનિયરીંગ સુધીનો છે.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર
ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયેલા રહ્યાં છે. ડિપ્લોમાં એન્જિનિયરીંગ કરીને તેઓ બિલ્ડરનું કામ શરૂ કર્યું હતું. 1995માં તેઓ અમદાવાદના મેમનગર પાલિકામાં પહેલીવાર સભ્ય બન્યા ત્યારબાદ 1999 અને પછી 2004માં પણ તેઓ સભ્ય રહ્યાં. વર્ષ 1999થી 2004 સુધી તેઓ નગર પાલિકાના પ્રમુખ પણ રહ્યાં હતાં. 2008થી 2010 સુધી અમદાવાદ નગર નિગમના ઉપાધ્યક્ષ રહ્યાં. 2015થી 2017 સુધી અમદાવાદ શહેરી વિકાસ બોર્ડના અધ્યક્ષ રહ્યાં હતાં.

પ્રથમવાર ધારસભ્ય બન્યા
2017માં ભૂપેન્દ્ર પટેલ ઘાટોડિયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં અને જેમાં તેઓ રેકોર્ડ બ્રેક 1.17 લાખ મતથી જીત્યા હતાં. જે બાદ તેમના નામની ખૂબ જ ચર્ચા પણ થઈ હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી હતાં. તેમને જણાવી દઈએ કે, આ વખતે ખાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં અને જેમાં 1.92 લાખ વોટથી જીત્યા છે.

મુખ્યમંત્રી તરીકેની સફર
નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બેન પટેલ બન્યા હતાં અને સાત ઓગસ્ટ 2016 સુધી તેઓ આ પદ પર રહ્યા હતા બાદમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે 2021માં રાજીનામુ આપ્યું હતું જે બાદ અચાનક ભૂપેન્દ્ર પટેલના નામ સામે આવ્યું અને તેમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના ખાસ માણસ પણ ગણાય છે અને તેઓ પહેલી વાર આનંદીબેન પટેલની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. ભૂપેન્દ્ર પટેલને રાજનીતિ સિવાય ક્રિકેટ અને બેડમિન્ટન રમવું અને જોવું ખૂબ પસંદ છે તે સિવાય તેઓ રોજ યોગ પણ કરે છે.

મુખ્યમંત્રી પાસે કેટલી મિલકત છે?
આ વખતે ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની મિલકતનો ઉલ્લેખ કર્યો છે જે પ્રમાણે તેમની પાસે કુલ આઠ કરોડ 22 લાખ રૂપિયાની સંપત્તિ છે. ભૂપેન્દ્ર પટેલના નામે કોઈ જમીન નથી પરંતુ પત્ની હેતલબેનના નામે 16 લાખ 30 હજારની કિંમતની જમીન છે. તેમની પાસે 2 લાખ 15 હજાર 450 રૂપિયા રોકડા છે જ્યારે તેમની પત્ની પાસે 3 લાખ 52 હજાર 350 રૂપિયા છે. સીએમ પાસે લગભગ 25 લાખના અને તેમની પત્ની પાસે 47 લાખ 50 હજાર રૂપિયાના દાગીના છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ