બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Journalist Philip Crowther Reports On Russia-Ukraine Crisis In 6 Languages, Video Goes Viral
Hiralal
Last Updated: 08:58 PM, 22 February 2022
ADVERTISEMENT
રશિયા અને યૂક્રેનની કટોકટીનું કવરેજ કરવા પત્રકારો મચી પડ્યાં છે. હાલમાં દુનિયાભરના પત્રકારોના યૂક્રેનની રાજધાની કીવમાં ધામા નાખીને પડ્યાં છે અને પોતપોતાના દેશને સતત સમાચાર આપી રહ્યાં છે. ત્યારે હવે એસોસિએટેડ પ્રેસ ગ્લોબલ મીડિયા સર્વિસિસના પત્રકાર ફિલિપ ક્રોથર પણ શું કામ પાછળ રહે પરંતુ તેમણે રિપોર્ટિંગ કરવામાં જે સિદ્ધિ દેખાડી તેને કારણે તેઓ લાઈમલાઈટમાં આવ્યાં છે અને તેમની આગળ બીજા પત્રકારો સાવ ઝાંખા પડી જાય. સોશિયલ મીડિયા પર એક રિપોર્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રિપોર્ટર યુક્રેનમાં હાજર છે અને ત્યાંથી રિપોર્ટિંગ કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ રિપોર્ટર એકલા હાથે છ ભાષાઓમાં રિપોર્ટિંગ કરી રહ્યો છે.
રિપોર્ટર ફિલિપ ક્રોથર હાલમાં યૂક્રેનની રાજધાની કીવમાં
આ રિપોર્ટરનું નામ ફિલિપ ક્રોથર છે. ફિલિપ એસોસિએટેડ પ્રેસ ગ્લોબલ મીડિયા સર્વિસિસ સાથે જોડાયેલા છે. ફિલિપ હાલ યુક્રેનની રાજધાની કિવમાં હાજર છે અને ત્યાંથી અન્ય ઘણી મીડિયા સેવાઓ માટે પણ રિપોર્ટિંગ કરી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે પોતાના વાયરલ વીડિયોમાં ફિલિપ છ અલગ અલગ ભાષાઓમાં શાનદાર રીતે રિપોર્ટિંગ કરી રહ્યો છે.
ADVERTISEMENT
Six-language coverage from #Kyiv with @AP_GMS. In this order: English, Luxembourgish, Spanish, Portuguese, French, and German. pic.twitter.com/kyEg0aCCoT
— Philip Crowther (@PhilipinDC) February 21, 2022
એકીસાથે છ ભાષામાં કર્યું રિપોર્ટીંગ
રિપોર્ટ અનુસાર ફિલિપ ક્રોથર અંગ્રેજી, લક્ઝમબર્ગ, સ્પેનિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને જર્મન સહિત છ ભાષાઓમાં અસ્ખલિત રીતે વાત કરે છે. પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ફિલિપ ક્રોથરે સોમવારે છ ભાષામાં પોતાના રિપોર્ટિંગનો વીડિયો શેર કર્યો છે. તેના આ વીડિયોમાં તેને ઘણી ન્યૂઝ સર્વિસ માટે રિપોર્ટિંગ કરતા બતાવવામાં આવ્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
લોકોએ તેની આ સ્કીલના કર્યાં વખાણ
ફિલિપ કિવ દુનિયાને રશિયા-યુક્રેન કટોકટીની જાણ કરી રહ્યો છે. અને જે દર્શકોએ તેને લાઇવ અથવા સોશિયલ મીડિયા પર જોયો છે, તેઓએ છ ભાષાઓમાં સહેલાઇથી બોલવા બદલ તેની પ્રશંસા કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.