બ્રેકિંગ ન્યુઝ
VTV / JOSHIMATH SINKING, PEOPLE ARE NOT READY TO LEAVE THEIR HOME
Vaidehi
Last Updated: 05:16 PM, 10 January 2023
જોશીમઠમાં કુદરતનાં કહેરથી લોકો દુ:ખી
પોતાનું ઘર મૂકી જવું પડે છે શિબિરમાં
ઘરનાં મંદિરમાંથી દેવી ખસવા નથી તૈયાર
ADVERTISEMENT
ભૂસ્ખલનથી નગરનાં અનેક ઘરોમાં તિરાડો આવી છે ત્યારે લોકો પોતાનો સામાન ખભે મૂકી અને સુરક્ષિત સ્થળો પર ખસેડાઈ રહ્યાં છે. લોકો પોતાના ઘરની અંદર બનેલા મંદિરને પણ પોતાની સાથે શિફ્ટ કરી રહ્યાં છે. પરંતુ મનોહર બાગ વોર્ડમાં કુળદેવી પોતાના સ્થળથી શિફ્ટ થવા માટે તૈયાર નથી. અહીં રહેતાં ચંદ્ર વલ્લભ પાંડેનાં ઘરમાં બનેલ કુળદેવીનાં મંદિરમાં પણ મોટી મોટી તિરાડો પડી છે.
ADVERTISEMENT
દેવી પોતાનું સ્થાન ત્યજવા તૈયાર નથી
ચંદ્ર વલ્લભે મકાન તો ત્યજી દીધે છે પરંતુ દરરોજ ઘરે મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. તેમનું કહેવું છે કે તેમણે મંદિરથી દેવીને પણ શિફ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દેવી પોતાના મૂળ સ્થાન ત્યજવા માટે તૈયાર નથી.તેઓ ઘણીવાર પ્રયત્ન કરી ચૂક્યાં છે. જેવા તે મંદિરમાંથી મૂર્તિ ઊચકવાનો પ્રયાસ કરે છે દેવી તેમને ધક્કો આપે છે. તેથી તે દરરોજ ત્યાં પૂજા કરવા માટે આવે છે. તેમનું કહેવું છે કે અહીં દેવીમાંની મોટી શક્તિ છે. લોકો દૂર-દૂરથી અહીં પૂજા કરવા માટે આવે છે.
ઉત્તરાદેવીની આંખો આંસૂથી છલકી
કેટલાક દિવસો પહેલાં સુધી જે મકાનોમાં ખુશીથી લોકો જીવી રહ્યાં હતાં ત્યાં હવે મકાનોમાં તિરાડો પડતાં લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે. મનોહરબાગ વોર્ડમાં રહેનારી ઉત્તરાદેવીનાં મકાનને પ્રશાસને અસુરક્ષિત જાહેર કરતાં લાલ નિશાની લાગેલ છે. સોમવારે પ્રશાસને તેમને ઘર ખાલી કરવા કહ્યું ત્યારે ઉત્તરાદેવીની આંખો આંસૂથી છલકી ઊઠી હતી. કેટલીક ક્ષણો સુધી તે પોતાના ઘરનાં આંગણાની સીડી પર ઉદાસ બેઠી રહી હતી. લોકોએ ખુબ સમજાવ્યું તેથી તે સામાન લઈને શિબિરમાં જતી રહી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.