બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'SRKએ મારી જિંદગી બદલી નાખી..' જોન સીના શાહરુખ ખાનથી અભિભૂત, ભારતીય વ્યંજનના ભરપેટ વખાણ
Last Updated: 12:06 PM, 5 August 2024
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ ફેમસ છે. કિંગ ખાનની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને ચાહકો તેને ખૂબ પ્રેમ કરે છે. શાહરૂખ પોતાની શાનદાર ફિલ્મી કરિયરમાં ઘણા લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે અને હાલમાં જ હોલિવૂડ એક્ટર જોન સીનાએ કિંગ ખાનની પ્રશંસા કરી છે.
ADVERTISEMENT
A surreal 24 hours. So grateful for the Ambani family for their unmatched warmth and hospitality.
— John Cena (@JohnCena) July 13, 2024
An experience filled with so many unforgettable moments which allowed me to connect with countless new friends, including meeting @iamsrk and being able to tell him personally the… pic.twitter.com/MNRb29cFuV
12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નમાં હોલીવુડ અભિનેતા અને WWE સ્ટાર જોન સીનાએ પણ હાજરી આપી હતી અને શાહરુખ ખાને પણ આ લગ્નમાં ભાગ લીધો હતો. હવે શાહરૂખ ખાન સાથેનો ફોટો શેર કરતી વખતે જોન સીનાએ તેની મુલાકાતનો અનુભવ પણ શેર કર્યો અને કહ્યું કે કિંગ ખાનનો તેના જીવનમાં સકારાત્મક પ્રભાવ રહ્યો છે.
ADVERTISEMENT
#WATCH | On meeting Shah Rukh Khan, WWE champion and Hollywood actor John Cena says, "He (Shah Rukh) did a Ted Talk that found me at the right time in my life and his words were beyond inspirational to me. They helped orchestrate a change in my life. Since that change, I've been… pic.twitter.com/3zPSbopN6R
— ANI (@ANI) August 5, 2024
જોન સીનાએ શાહરુખ ખાન સાથે એક ફોટો શેર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો આ સાથે જ કેપ્શન કેપ્શન પણ લખ્યું જેમાં તેણે શાહરૂખના વખાણ કર્યા હતા. આ સિવાય હાલ એક વાતચીતમાં જોન સીનાએ શાહરૂખના વખાણ કરતાં કહ્યું કે શાહરૂખે એક TED ટોક કરી હતી જે તેના જીવનમાં યોગ્ય સમયે આવી હતી. તેમના જ્ઞાન અને અનુભવના શબ્દોથી કિંગ ખાને તેમને પ્રેરણા આપી અને તેમના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી.
જોન સીનાએ શાહરૂખ ખાનના વખાણ કરતા કહ્યું, 'શાહરુખે મારા જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી. તે પરિવર્તનથી હું મને આપવામાં આવેલા તમામ જેકપોટ્સને ઓળખવા અને આભારી બનવા સક્ષમ બન્યો છું અને હું તેનો બગાડ ન કરું તેની ખાતરી કરવા માટે સખત મહેનત કરું છું.'
આગળ એમની શાહરુખ સાથેની મુલાકાતને લઈને કહ્યું કે, 'એક એવી ભાવનાત્મક ક્ષણ હતી જ્યારે તમે કોઈ એવી વ્યક્તિ સાથે હાથ મિલાવતા હતા જેણે તમારા જીવનને ખૂબ પ્રભાવિત કર્યું હતું.; જો કે આ પહેલીવાર નથી જ્યારે જોન સીનાએ શાહરૂખ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હોય. ફેબ્રુઆરી 2024માં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે શાહરૂખની ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'નું ગીત 'ભોલી સી સુરત' ગાયું હતું.
આ સાથે જ્હોન સીનાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભારતીય ભોજનનો સ્વાદ ચાખ્યો હતો અને તેને ભારતીય ફૂડના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે અંબાણીના લગ્નમાં ખાણી-પીણીની ઘણી વસ્તુઓ હતી અને એમને ભારતીય ફૂડ અને ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ પણ ખૂબ જ સારી રીતે પીરસ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.