કોરોના વાયરસનાં કહેરનાં કારણે ભારતના લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબુર છે. ત્યાં બીજી તરફ ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી રોડ પર દેશ સેવા કરી રહ્યો છે. આ ખેલાડીએ વર્ષ 2007માં ભારતને ટી 20 વર્લ્ડ કપ જીતાડ્યું હતું. હાલમાં જે હરિયાણા પોલીસમાં ડીએસપી છે અને ડ્યુટી પર છે.
હરિયાણા પોલીસમાં ફરજ અદા કરી રહ્યાં છે જોગીન્દર શર્મા
લોકડાઉન દરમિયાન લોકોને ઘરમાં રહેવા આગ્રહ
આ ખેલાડીએ વર્ષ 2007માં ટી 20 વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવી હતી
વર્ષ 2007માં ભારતને ટી 20 વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડી જોગીન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી છે. પૂર્વ ઓલરાઉન્ડર જોગીન્દર શર્મા મહામારી સામે લડવામાં લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. દેશમાં લોકડાઉનની જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. છતાય લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. જોગીન્દર શર્માને આ લોકોને રોકવાની જવાબદારી આપવામાં આવી છે.
તેમણે ટ્વીટ કરીને લોકોને અપીલ પણ કરી હતી કે ચાલો એકસાથે આ મહામારી સામે લડીએ અને પોલીસનો સહયોગ કરીએ.
જોગીન્દર શર્માએ વર્ષ 2007માં વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જે બાદ તેઓ હરિયાણા પોલીસમાં જોડાઈ ગયા અને આજે ડીએસપી છે. તે હાલમાં દેશસેવામાં લાગેલા છે.
જોગીન્દર શર્મા માત્ર 4 વન ડે 4 ટી 20 મેચ રમી છે. તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેમણે 2007માં વર્લ્ડ કપ ફાઈનલ અને સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવી હતી. સેમીફાઈનલમાં તેમણે છેલ્લી ઓવરમાં બે વિકેટ જ્યારે ફાઈનલમાં છેલ્લી ઓવરમાં એક વિકેટ ઝડપી હતી. વર્ષ 2007 તેમના કરિયરનું છેલ્લું વર્ષ હતું.