જો રુટએ શુક્રવારે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનાં કેપ્ટન પદ પરથી રાજીનામું આપી દીધું છે. જાણો આ વિષે વિગતવાર
જો રુટએ ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમનાં કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું
કેપ્ટન તરીકે સૌથી વધારે મેચ રમવાનો અને જીતવાનો છે રેકોર્ડ
2017માં બન્યા હતા કેપ્ટન
જો રુટએ ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમનાં કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું
જો રુટએ શુક્રવારે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનાં કેપ્ટન પદ પરથી રાજીનામું આપી દીધું છે. રુટનાં નામ પર ઇંગ્લેન્ડ ટેસ્ટ કેપ્ટનનાં રૂપમાં સૌથી વધારે મેચ રમવાનો અને જીતવાનો રેકોર્ડ છે. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમને 27 મેચ જીતાડીને રુટએ માઈકલ વોન (26), સર એલેસ્ટેયર કુક (24)ન પણ પાછળ છોડ્યા છે.
જો રુટએ કહ્યું કે કેરેબિયાઈ પ્રવાસથી પરત ફર્યા બાદ, મેં ઇંગ્લેન્ડનાં પુરુષ ટેસ્ટ કેપ્ટનનાં રૂપમાં પદ છોડવાનો નિર્ણય કર્યો છે. આ મારી કરિયરનો સૌથી પડકારભર્યો નિર્ણય રહ્યો છે, પરંતુ મેં મારા પરિવાર અને મારા સૌથી નજીકના લોકો સાથે આ વિષે ચર્ચા કરી છે. મને ખ્યાલ છે કે આ સમય સાચો છે.
તેમણે કહ્યું કે મને મારા દેશની કેપ્ટનસી કરવા પર ખૂબ જ ગર્વ છે અને હું ગયા પાંચ વર્ષોને ખૂબ જ ગર્વ સાથે જોઇશ. ઇંગ્લેન્ડ ક્રિકેટના સંરક્ષક તરીકે કામ કરવું, એ ખૂબ જ ગર્વની વાત છે.
2017માં બન્યા હતા કેપ્ટન
વર્ષ 2017માં સર એલિસ્ટેયર કુકની જગ્યા લીધા બાદ રુટએ ઇંગ્લેન્ડને ઘણી સીરીઝમાં જીત અપાવી છે, જેમાં 2018માં ભારત વિરુદ્ધ 4-1 ડોમેસ્ટિક સીરીઝમાં જીત અને આફ્રિકા વિરુદ્ધ 3-1ની જીત પણ સામેલ છે.
2018માં તેઓ વર્ષ 2001 બાદ શ્રીલંકામાં ટેસ્ટ સીરીઝ જીતવાવાળા પહેલા કેપ્ટન બન્યા. વર્ષ 2021માં શ્રીલંકામાં 2-0થી હાર પણ મળી.
એક બેટ્સમેન તરીકે રુટ પૂર્વ કેપ્ટન કુક બાદ ઇંગ્લેન્ડનાં સૌથી વધારે ટેસ્ટ રન બનાવવાવાળા બેટ્સમેન છે. કેપ્ટન તરીકે રુટએ ઇંગ્લેન્ડ માટે 14 ટેસ્ટ સદી ફટકારી છે.
કેપ્ટન તરીકે રુટએ બનાવેલા 5,295 રન ઇંગ્લેન્ડના કોઈપણ કેપ્ટન દ્વારા બનાવવામાં આવેલ રનોમાં સૌથી વધારે છે. સૌથી વધારે ટેસ્ટ રન બનાવનારની યાદીમાં રુટ ગ્રીમ સ્મિથ, એલન બોર્ડર, રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલી બાદ પાંચમાં નંબર પર છે.
રુટએ કહ્યું કે મને મારા દેશનું નેતૃત્વ કરવું પસંદ છે, પરંતુ હાલમાં જ મને એમ લાગે છે કે આ બાબતે મારા પર કેટલો પ્રભાવ પાડ્યો છે અને રમતની બહાર પણ મારા પર આ બાબતનો પ્રભાવ છે.
કેપ્ટન તરીકે સૌથી વધારે મેચ રમવાનો અને જીતવાનો છે રેકોર્ડ
તેમણે કહ્યું કે હું આ અવસર પર પોતાના પરિવાર, કેરી, આલ્ફ્રેડ અને બેલાને ધન્યવાદ આપવા માંગુ છું, જેઓ મારી સાથે આ જીવ્યા છે અને દરેક સમયે પ્રેમ અને સમર્થનનાં સ્તંભ બની રહ્યા છે. બધા ખેલાડી, કોચ અને સહયોગી સ્ટાફ, જેમણે આ યાત્રા દરમિયાન મારી મદદ કરી છે. આ યાત્રામાં તેમની સાથે રહેવું એક સૌભાગ્યની વાત છે.
રુટએ કહ્યું કે હું ઇંગ્લેન્ડનાં બધા સમર્થકોને તેમના સમર્થન માટે ધન્યવાદ આપવા માંગુ છું. આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે દુનિયામાં સૌથી સારા પ્રશંસકો છે અને અમે રમીએ છીએ, તેમની સકારાત્મકતાને અમે વળગી રહીએ છીએ, જે અમારા માટે મોટી પ્રેરણા છે.
આખરે તેમણે કહ્યું કે હું થ્રી લાયન્સનું પ્રતિનિધિત્વ કાયમ રાખવા અને ટીમને સફળ બનાવવા માટે પ્રદર્શન કરવા માટે ઉત્સાહિત છુ. હું હવે આગળના કેપ્ટન, મારા સાથીઓ અને કોચની બધા પ્રકારે મદદ કરવા માટે આતુર છુ.