વાયરલ /
રાષ્ટ્રપતિ પદના શપથ લીધા પહેલા બાયડને કર્યું સૂચક ટ્વીટ, જાણો શું લખ્યું
Team VTV09:29 PM, 20 Jan 21
| Updated: 09:52 PM, 20 Jan 21
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું છે કે 'અમેરિકા માટે આ એક નવો દિવસ છે'. બુધવારે, બાયડન યુનાઇટેડ સ્ટેટ્સના 46 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો રાષ્ટ્રપતિ કાળ સમાપ્ત થયા બાદ વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ બિડેને ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમેરિકા માટે આ એક નવો દિવસ છે.
46 મા રાષ્ટ્રપ્રમુખ તરીકે સપથ લેશે બાયડન
શપથગ્રહણ પહેલા બાયડને કર્યું ટ્વીટ
ટ્વીટમાં લખ્યું- અમેરિકા માટે આજે એક નવો દિવસ
અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ ઉંમર રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા બિડેન શપથ ગ્રહણ કર્યા પછી તરત રાષ્ટ્રપતિ તરીકે દેશને પોતાનું પહેલું સંબોધન આપશે. ઐતિહાસિક ભાષણ વિનય રેડ્ડી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે, જે એકતા અને સુમેળ પર આધારિત હશે. યુ.એસ. રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા પછી પ્રથમ દિવસે લેવામાં આવનારા પગલાઓના ભાગ રૂપે, બાયડન ઘણા મુસ્લિમ બહુમતીવાળા દેશોના મુલાકાતીઓના પ્રવેશ પરના પ્રતિબંધને સમાપ્ત કરશે અને યુએસ-મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાનું બંધ કરશે. ગેરકાયદેસર ઈમિગ્રેશનને રોકવા માટે, ડોનાલ્ડ ટ્રમ્પે આ દિવાલ બનાવવાનો આદેશ આપ્યો હતો.
લેશે આ પ્રથમ નિર્ણય
બાયડને શપથ લીધા બાદ પેરિસ ક્લાઇમેટ એકોર્ડ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) માં ફરીથી અમેરિકામાં જોડશે. બાયડને શપથ લીધા પછી 17 ઓર્ડર પર હસ્તાક્ષર કરશે, ઇમિગ્રેશન, પર્યાવરણ, કોવિડ -19 સામેના યુદ્ધ અને અર્થતંત્રને લગતા મુદ્દાઓ પર જતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી અલગ રસ્તો લેશે.
46 મા રાષ્ટ્રપ્રમુખ તરીકે લેશે સપથ
અમેરિકામાં આજથી બાયડન યુગનો આરંભ થઈ રહ્યો છે. નવેમ્બરની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના સુપડા સાફ કરીને ધમાકેદાર વિજય હાંસલ કરનાર ડેમોક્રેટ્સ નેતા જો બાયડન લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 46 મા પ્રમુખ તરીકે સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહ્યાં છે. તેમની સાથે ભારતવંશી કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી રહ્યાં છે.
લેડી ગાગા ગાશે રાષ્ટ્રગીત
શપથગ્રહણ પર હિંસાનો ઓછાયો છવાયેલો છે પરંતુ કેટલાક રંગારંગના કાર્યક્રમ પણ યોજાશે. બાયડનના ટેકેદાર અને પોપ સ્ટાર લેડી ગાગા રાષ્ટ્રગીત ગાશે જ્યારે ગાયિકા અને અભિનેત્રી જેનિફર લોપેઝ સંગીતના કાર્યક્રમો રજૂ કરશે.
25 હજાર નેશનલ ગાર્ડની તહેનાતી
અમેરિકી સંસદ ભવનમાં શપથ સમારોહ જો બાયડન અને કમલા હેરિસને અમેરિકી સંસદ ભવન કેપિટલ હિલ્સમાં શપથ લેવડાવામાં આવશે. કેપિટલ હિલ્સના ખૂણેખાંચરે સૈનિકો ગોઠવી દેવાયા છે.કેપિટલ હિલ્સ તરફના તમામ માર્ગને બંધ કરી દેવાયા છે.આખી સંસદને 8 ફૂટ ઊંચી લોખંડની જાળીથી ઘેરી લેવામાં આવી છે. સિક્રેટ સર્વિસ અને ફેડરલ એજન્સીની ઉપરાંત એડવાન્સ્ડ ઈલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ એલર્ટ મોડ પર રખાયા છે.