બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કમલા હેરિસ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ પદનો માર્ગ કંઇ સહેલો નથી, કર્યો સમર્થનનો ઇનકાર, તો હવે?

યુએસ ચૂંટણી / કમલા હેરિસ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ પદનો માર્ગ કંઇ સહેલો નથી, કર્યો સમર્થનનો ઇનકાર, તો હવે?

Last Updated: 08:16 AM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો બાયડને પોતાને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર કરી દીધા અને ઉમેદવારી માટે કમલા હેરિસને સમર્થન આપ્યું છે, બીજી તરફ કમલા હેરિસના રાજકીય ગુરુ બરાક ઓબામાએ તેને સમર્થન આપવાનો ઈન્કાર કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે રવિવારે એક નિવેદન જારી કરીને પોતાને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર કરી દીધા હતા. 81 વર્ષીય રાષ્ટ્રપતિનો આ નિર્ણય અમેરિકનો 5 નવેમ્બરે મતદાન કરવાના ચાર મહિના પહેલા આવ્યો છે.

joe-biden

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પત્રમાં કહ્યું, 'તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે. રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવી એ તેમના જીવનનું સૌથી મોટું સન્માન હતું.' આ સાથે તેમણે રાષ્ટ્રપતિ પદના નવા ઉમેદવાર તરીકે તેમના સહયોગી અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સમર્થન આપ્યું છે.

kamala-harris.jpg

રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગયા મહિને થયેલી ચર્ચામાં ખરાબ પ્રદર્શન અને ડેમોક્રેટ્સના વધતા દબાણને પગલે 81 વર્ષીય જો બાયડને રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી રહ્યા છે. જો કે, તેમણે 59 વર્ષીય ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને નવા ડેમોક્રેટિક નોમિની બનવા માટે ટેકો આપ્યો હતો.

PROMOTIONAL 12

બીજી તરફ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ભૂતપૂર્વ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ રવિવારે રાષ્ટ્રપતિ જો બાયડનના રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાના નિર્ણયની પ્રશંસા કરી હતી, પરંતુ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સમર્થન આપવાની મનાઈ કરી હતી.

વધુ વાંચો: જો બાયડન નહીં લડે અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી, તો હવે કોણ હશે રેસમાં

જ્યારે ઓબામાને કમલા હેરિસના રાજકીય ગુરુ માનવામાં આવે છે. આ હોવા છતાં, તેણે તરત જ હેરિસને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે. એવું માનવામાં આવે છે કે જો બાયડનના સમર્થનને કારણે કમલા હેરિસ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે તે લગભગ નિશ્ચિત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kamala Harris US Presidential Elections US President Joe Biden
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ