ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે વ્હાઇટ હાઉસમાં પહેલી મુલાકાત દરમિયાન મજાક મસ્તી પણ થઈ હતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે વ્હાઇટ હાઉસમાં પહેલી મુલાકાત દરમિયાન મજાક મસ્તી પણ થઈ હતી. બંને નેતાઓ એકબીજાને ઉષ્માપૂર્વક મળ્યા હતા અને ત્યાર બાદ જો બાયડને કહ્યું હતું કે તેઓ ફરીથી વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરે છે અને તેઓ ખુશ છે તો PM મોદીએ પણ કહ્યું હતું કે તેઓ પણ શાનદાર સ્વાગત માટે બાયડનના આભારી છે.
જ્યારે મીડિયા સાથે વાતચીત કરવાનો સમય આવ્યો ત્યારે બંને નેતાઓ વાતચીત કરી રહ્યા હતા અને ત્યારે જ બાયડન ઓફ સ્ક્રિપ્ટ જતાં રહ્યા હતા અને તેમણે મોદીને પોતાના મુંબઇ પ્રવાસનની વાત કરી હતી. 2006 માં જ્યારે તેઓ મુંબઇ આવ્યા ત્યારની વાતોથી એક હસી મજાક ભર્યું વાતાવરણ સર્જાઇ ગયું હતું અને મોદીજીએ પણ તેમની વાતમાં હાજરજવાબી બતાવતા બધા હસી પડ્યા હતા.
Had an outstanding meeting with @POTUS@JoeBiden. His leadership on critical global issues is commendable. We discussed how India and USA will further scale-up cooperation in different spheres and work together to overcome key challenges like COVID-19 and climate change. pic.twitter.com/nnSVE5OSdL
અમેરિકી રાષ્ટ્રપતિ બાયડને મોદી સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે મુંબઇ પ્રવાસ આવ્યા હતા અને ''જ્યારે હું મુંબઈ માં હતો ત્યારે ચેમ્બરના અધ્યક્ષને મળવા માટે ગયો હતો. ત્યાં ભારતીય મીડિયાએ મને પૂછ્યું હતું કે શું મારા કોઈ સંબંધી ભારતમાં રહે છે કે કેમ?
તો તેમણે આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે 1972 માં જ્યારે તેઓ 29 વર્ષના હતા ત્યારે મુંબાઈથી કોઈએ ચિટ્ઠી મોકલી હતી જેમાં લખ્યું હતું કે તેનું નામ પણ બાયડન છે ત્યાર પછી તેની સાથે વાત થઈ નથી બીજા દિવસે સ્થાનિક મીડિયાએ કહ્યું હતું કે ચાર પાંચ લોકો બીજા પણ છે જેના નામ બાયડન છે.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ભારતીય મૂળની મહિલા સાથે લગ્ન કરવા માગતા હતા પણ તેમની આ ઈચ્છા અધૂરી થી ગઈ હતી.
પીએમ મોદીએ કહ્યું-ભારત-અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવે છે
પીએમ મોદીએ કહ્યું કે તમે કહ્યું કે 40 લાખ ભારતીયો અમેરિકાને મજબૂત કરી રહ્યા છે. લોકો વચ્ચેનો સંપર્ક મહત્વનો છે અને આમાં તમારું યોગદાન ખૂબ મહત્વનું રહેશે. એ જ રીતે, ભારત-અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એ જ રીતે, ભારત અને અમેરિકા વચ્ચે વેપારનો પોતાનો સંબંધ છે અને આપણે એકબીજાને પૂરક બનાવી શકીએ છીએ. કેટલીક ચીજો એવી છે જેની અમેરિકા પાસેથી ભારતને જરૂર છે તો કેટલીક ચીજો એવી પણ છે કે, ભારત પાસેથી અમેરિકાને જરૂર છે.
રાષ્ટ્રપતિ બાયડને વ્હાઇટ હાઉસમાં કહ્યું - આજે ભારત -અમેરિકા સંબંધોના નવા અધ્યાયની શરૂઆત
રાષ્ટ્રપતિ બાયડને વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીને કહ્યું કે અમે તમને લાંબા સમયથી ઓળખીએ છીએ. તેમણે કહ્યું કે આજે આપણે ભારત-અમેરિકા સંબંધોના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. 4 મિલિયન ભારતીય અમેરિકનો દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યા છે.
વ્હાઈટ હાઉસ બહાર લાગ્યા મોદી-મોદીના નારા
પ્રધાનમંત્રી મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનને મળવા પહોંચતા જ ભારતીય સમુદાયના લોકોએ વ્હાઈટ હાઉસની બહાર મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
પીએમ મોદીએ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે મુલાકાત કરી
જણાવી દઇએ કે, આ મહત્વની મીટિંગની પહેલા પીએમ મોદીએ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે મુલાકાત કરી છે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાન મંત્રીને મળ્યા હતા અને ભારતની સાથે મજબૂત સંબંધની પહેલ કરી છે. હવે તમામની નજર અમેરિકન રાષ્ટ્રપતિ બાયડન અને પીએમ મોદીની મુલાકાત પર ટકેલી છે. જેમાં આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે.
તમારા(હેરિસની) ભારત આવવાની રાહ જોશે- પીએમ મોદી
તેમણે કહ્યું કે પોતાની જીતની સફર જારી રાખતા ભારતીયો ઈચ્છે છે કે તમે આને ભારતમાં જારી રાખીશું અને તમારા ભારત આવવાની રાહ જોશે. એટલા માટે હું તમને ભારત આવવાનું નિમંત્રણ આપું છું. કમલા હેરિસે એ વાત પર ભાર મૂક્યો કે ભારત અને અમેરિકાની સાથે કામ કરવાથી બન્ને દેશોના લોકો પર જ નહીં બલ્કે વિશ્વ પર ઉંડી અસર પાડશે. તેમણે કોરોના સહિત અનેક પ્રસંગે બન્ને દેશોની વચ્ચે નજર આવેલા સહયોગનો ઉલ્લેખ કર્યો છે.
તમે જે રીતે મારી સાથે વાત કરી હતી તે હંમેશા યાદ રહેશે- પીએમ મોદી
તેમણે કહ્યું અમારી પાસે એક સંકટ કોરોના અને ખુલ્લા અને મુક્ત હિંદ પ્રશાંત વિસ્તારને લઈને આપણો સહિયારા વિશ્વાસનું મહત્વ હતુ. કોરોના પર આપણા દેશોએ મળીને કામ કર્યુ. મહામારીની શરુઆતમાં ભારત અન્ય દેશોને રસી પહોંચાડવાનો મહત્વનો સ્ત્રોત હતો. આ દરમિયાન પીએમ કમલા હેરિસની સાથે જૂનમાં થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તમે જે રીતે મારી સાથે વાત કરી હતી તે હંમેશા યાદ રહેશે.
તેમણે કહ્યું હતું કે તેઓને એ સમયે કમલા હેરિસના બોલાયેલા એકતાના શબ્દો યાદ છે. વડાપ્રધાને કહ્યું કે કોવિડ મહામારી સાથેની ખૂબ જ મુશ્કેલ લડાઈમાં અમેરિકી સરકાર અને કંપનીઓ અને વિદેશી ભારતીય સમુદાય ખૂબ મદદરૂપ થયા હતા.