કોલોરાડોમાં યુએસ એરફોર્સના ગ્રેજ્યુએશન સમારોહ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અચાનક લથડિયું ખાઈને પડી ગયા હતા.
સ્ટેજ પર લથડિયું ખાઈને પડી ગયા જો બાયડન
બાયડનનો અચાનક પગ સેન્ડબેગ એટલે કે રેતીની થેલી પર પડ્યો
વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદન બહાર પડવામાં આવ્યું છે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર લથડિયું ખાઈને પડી ગયા હતા. હાલ તેનો એ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે કોલોરાડોમાં યુએસ એરફોર્સના ગ્રેજ્યુએશન સમારોહ દરમિયાન આ ઘટના બની હતી. છેલ્લું સર્ટિફિકેટ આપ્યા પછી બાયડન તેની સીટ તરફ જઈ રહ્યા હતા એવામાં અચાનક તેનો પગ સેન્ડબેગ એટલે કે રેતીની થેલી પર પડ્યો હતો અને તે લથડિયું ખાઈને પડી ગયા હતા. જો કે ત્યાં હાજર જવાનોએ તેમને સંભાળ્યા હતા અને હાથ પકડીને ફરી ઊભા કર્યા હતા. નોંધનીય છે કે બાયડનને આમાં કોઈ ઈજા થઈ ન હતી.
જો કે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. બાદમાં બીજો વીડિયો આવ્યો જેમાં બાયડન કોઈની મદદ વગર ચાલતા જોવા મળે છે. તે હસીને તેની કાર તરફ ચાલે છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ઠીક છે.
જણાવી દઈએ કે બાયડન એકેડેમીના ગ્રેજ્યુએશન સામે ભાષણ આપવા આવ્યા હતા. તેમણે હજારો કેડેટ્સને અભિનંદન પાઠવ્યા અને 90 મિનિટથી વધુ સમય માટે પ્રમાણપત્રોનું વિતરણ કર્યું. જ્યારે સર્ટિફિકેટ આપ્યા બાદ જેવા બાઇડન આગળ વધ્યા કે તુરંત તેમનો પગ સેન્ડબેગ (રેતીની થેલી) માં ફસાઈ ગયો અને તેઓ નીચે ઢળી પડ્યાં. જો કે, તુરંત એરફોર્સના અધિકારી તેમજ તેઓની યુએસ સિક્રેટ સર્વિસના બે સભ્યોએ તેમને ઊભા કરી દીઘા હતા. પરંતુ બાઇડનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.)
એક અહેવાલ મુજબ, બાયડને કહ્યું કે તેના રસ્તામાં કઈંક આવૈ ગયું હતું. ઉઠ્યા પછી તે કોઈ વસ્તુ તરફ ઈશારો કરી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બાયડનના રસ્તા વચ્ચે રેતીની થેલીઓ લગાવવામાં આવી હતી. કોઈની મદદ વિના, બાયડન પડ્યા પછી ઊભા થઈને સીટ તરફ આગળ વધ્યા. અધિકારીઓએ કહ્યું છે કે બાયડન સંપૂર્ણપણે સ્વસ્થ છે. બાયડન આ સમગ્ર ઘટના પર કોઈ નિવેદન આપ્યું નથી. નોંધનીય છે કે બાયડન હવે 80 વર્ષના છે અને તેમના સ્વાસ્થ્ય વિશે વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. તેઓ ફરીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.