સમારોહ /
અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે જો બાયડને લીધા શપથ, કમલા હેરિસ બન્યા પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ
Team VTV10:19 PM, 20 Jan 21
| Updated: 10:22 PM, 20 Jan 21
અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે જો બાયડને શપથ લીધા છે. તેમની સાથે મૂળ ભારતીય કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા.
અમેરિકામાં ટ્રમ્પ યુગનો અંત, બાયડન યુગનો ઉદય
46 મા રાષ્ટ્રપ્રમુખ તરીકે બાયડને લીધા સપથ
મોટી સંખ્યમાં સમર્થકો રહ્યા હાજર
અમેરિકાના કેપિટલ હિલ બિલ્ડીંગ ખાતે યોજાયેલ સમારોહમાં તેમના પત્ની તથા મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. બાયડનના સમર્થક અને પોપ સ્ટાર લેડી ગાગાએ રાષ્ટ્રગીત ગાયું હતું.
46 મા રાષ્ટ્રપ્રમુખ તરીકે લીધા સપથ
અમેરિકામાં આજથી બાયડન યુગનો આરંભ થઈ રહ્યો છે. નવેમ્બરની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના સુપડા સાફ કરીને ધમાકેદાર વિજય હાંસલ કરનાર ડેમોક્રેટ્સ નેતા જો બાયડન લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 46 મા પ્રમુખ તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. તેમની સાથે ભારતવંશી કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
25 હજાર નેશનલ ગાર્ડની તહેનાતી
અમેરિકી સંસદ ભવનમાં શપથ સમારોહ જો બાયડન અને કમલા હેરિસને અમેરિકી સંસદ ભવન કેપિટલ હિલ્સમાં શપથ લેવડાવામાં આવશે. કેપિટલ હિલ્સના ખૂણેખાંચરે સૈનિકો ગોઠવી દેવાયા છે.કેપિટલ હિલ્સ તરફના તમામ માર્ગને બંધ કરી દેવાયા છે.આખી સંસદને 8 ફૂટ ઊંચી લોખંડની જાળીથી ઘેરી લેવામાં આવી છે. સિક્રેટ સર્વિસ અને ફેડરલ એજન્સીની ઉપરાંત એડવાન્સ્ડ ઈલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ એલર્ટ મોડ પર રખાયા છે.
શપથવિધિમાં 200 મહેમાનોને નોતરુ
આ વખતની શપથવિધિમાં હિંસાની શક્યતાને ધ્યાનમા રાખીને મહેમાનની હાજરી સીમિત કરી નાખવામાં આવી છે.ફક્ત 200 મહેમાનોને શપથવિધિનું નોતરુ અપાયું છે.
12 સૈનિકો સંદિગ્ધ નીકળતા ખળભળાટ
સમારોહની સુરક્ષામાં તહેનાત નેશનલ ગાર્ડ્સના 12 સૈનિકો સંદિગ્ધ નીકળતા ખળભળાટ મચ્યો હતો. આ 12 સૈનિકો દક્ષિણપંથી મિલિશિયા સમૂહ સાથે સંકળાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. આ તમામ ગાર્ડ્સને તાત્કાલિક અસરથી હટાવી દેવાયા છે.
શા માટે 20 જાન્યુઆરીએ શપથ?
1933 ની સાલમાં 20 મા બંધારણીય સુધારામાં પ્રમુખ અને ઉપ પ્રમુખનો કાર્યકાળ 20 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થતો હોવાની જોગવાઈ કરાઈ છે.