બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / વિશ્વ / joe biden administration says would not lift travel restriction from 26th january despite donald trump executive order
Last Updated: 11:04 AM, 19 January 2021
ADVERTISEMENT
26 યુરોપિયન દેશોમાં પ્રવાસ પ્રતિબંધ હટાવુ છું -ટ્રમ્પ
ટ્રમ્પ દ્વારા જારી કરવામાં આવેલા કાર્યકારી આદેશો અનુસાર હું ડોનાલ્ડ ટ્રમ્પ સંવિધાન દ્વારા પ્રદત્ત શક્તિઓ અને અમેરિકાના કાયદા અનુસાર શેનગેન જોનમાં આવનારા 26 યુરોપિયન દેશોમાં પ્રવાસ પ્રતિબંધ હટાવુ છું. આદેશમાં બ્રિટેન, આયરલેન્ડ અને બ્રાઝિલ જેવા દેશો પર લાગેલા પ્રતિબંધોને હટાવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હવે આ અમેરિકાના હિતો માટે હાનિકારક નથી. આ આદેશ 26 જાન્યુઆરીની રાતે 12 વાગ્યાને 1 મિનિટથી અમલમાં આવશે. જો કે જો બાયડનની પ્રેસ સેક્રેટરીએ આનો વિરોધ કર્યો છે.
ADVERTISEMENT
આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પ્રતિબંધ હટાવવાનો સમય નથી
બાયડનની પ્રેસ સેક્રેટરી જેન સાકચીએ ટ્વીટ કરી કહ્યુ કે અમારી મેડિકલ ટીમની સલાહ પર પ્રશાસન આ પ્રતિબંધોને 26 જાન્યુઆરીથી હટાવવાનો ઈરાદો નથી રાખતી. મહામારીથી સ્થિતિ ખરાબ થઈ રહ્યા છે અને દુનિયાભરમાં સંક્રમણના મામલા વધી રહ્યા છે. તેવામાં આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પ્રતિબંધ હટાવવાનો સમય નથી. હકિકતમાં અમે કોવિડ 19ના પ્રસારને વધારે ઓછો કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસની આસપાસ સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોને મજબૂત કરવાની યોજના બનાવી રહ્યા છે.
બાયડન પ્રશાસનને પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યુ છે
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ બુધવારે પોતાનું પદ છોડી દેશે. ત્યારે આ આદેશ તેમના કાર્યકાલ સમાપ્ત થવાના લગભગ એક અઠવાડિયા બાદ પ્રભાવિત થશે. જેના પર બાયડન પ્રશાસનને પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યુ છે. ગત અઠવાડિયે, Centers for Disease Control and Preventionના પ્રમુખે તમામ હવાઈ યાત્રીઓ માટે સંયુક્ત રાજ્ય અમેરિકામાં 26 જાન્યુઆરીથી પ્રવેશ કરવાને લઈને કોવિડ 19ની નેગેટિવ રિપોર્ટ અથવા સંક્રમણથી રિકવરીનું પ્રમાણ રજુ કરવાની જરુરિયાત વાળા એક આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.