કોરોનાકાળમાં સામાન્ય જનતાથી લઈને ઘણાં બોલિવૂડ અને ટીવી સ્ટાર્સને પણ ખરાબ દિવસો જોવા પડ્યા છે. ત્યારે 'જોધા અકબર' ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહ રાજાવતની હાલત ખરાબ થઈ છે.
કોરોનાકાળમાં ઘણાં બોલિવૂડ અને ટીવી સ્ટાર્સની હાલત થઈ ખરાબ
'જોધા અકબર' ફેમ આ એક્ટરનો કાપવો પડ્યો પગ
લોકેન્દ્ર સિંહ રાજાવતની હાલત થઈ ખરાબ
જોધા અકબર જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલા અભિનેતા લોકેન્દ્ર સિંહ રાજાવત અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. હાલ અભિનેતાની તબિયત સારી નથી. તે ઘણાં દિવસોથી બીમાર છે અને હવે તેમને આખી જિન્દગી આ રોગને કારણે ભોગ બનવું પડશે. હકીકતમાં, ડાયાબિટીસના કારણે લોકેન્દ્ર સિંહના પગમાં કોર્ન નીકળી આવ્યું, જે તેના બોમ મેરો સુધી પહોંચી ગયું. આવી સ્થિતિમાં અભિનેતાનો જીવ બચાવવા માટે ડોકટરોએ તેનો પગ કાપવો પડ્યો.
ડાયાબિટીસની કથળતી સ્થિતિ પર લોકેન્દ્ર કહ્યું કે 'ડાયાબિટીસને ક્યારેય અવગણશો નહીં. હું હવે કંઈ કરી શકતો નથી. હું રોગચાળા પહેલાં સારી રીતે કામ કરતો હતો, પરંતુ કોરોનાને કારણે કામ ઓછું થઈ ગયું. આ કારણે ઘરમાં આર્થિક સમસ્યાઓ થવા લાગી. મારા જમણા પગમાં એક કોર્ન નીકળ્યું ત્યારે મુશ્કેલી વધી. તે મારા બોન મેરો સુધી ફેલાઈ ગયું અને પછી મારા આખા શરીરમાં ફેલાતું ગયું.
'હું ખૂબ જ તણાવમાં આવી ગય કારણ કે મને આમાંથી બચાવવા માટે થોડા જ રસ્તાઓ હતા. સર્વાઈવ કરવા માટે મારે મારો પગ કાપવો પડ્યો. ડોક્ટરોએ મારો પગ ઘૂંટણ સુધી કાપી નાખવો પડ્યો. લોકેન્દ્રએ જણાવ્યું કે, મુંબઈના ભક્તિવેદાંતા હોસ્પિટલમાં તેની સર્જરી થઈ, જે 5 કલાક ચાલી. પગ કપાઈ જવાનું દુઃખ વ્યક્ત કરતા એક્ટરે કહ્યું- જો મૈં આજથી 10 વર્ષ પહેલાં ડાયાબિટીસને ગંભીરતાથી લીધું હોત તો આજે મારે આ દિવસ જોવો ન પડ્યો હોત.
તેમણે આગળ કહ્યું-અમે કલાકારો પાસે કોઈ ફિક્સ ટાઈમય હોતો નથી. સમયસર જમી પણ શકતા નથી. કોઈપણ સમયે જમવું પડે છે. જેની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. આ ડાયાબિટીસનું કારણ છે, ગળ્યો ખોરાક નથી.એક્ટરે જણાવ્યું કે તેને CINTAA તરફથી સપોર્ટ મળ્યો છે. ઘણાં કલાકારોએ તેમને ફોન કરીને હાલચાલ પૂછ્યા અને આ મુશ્કેલ સમયમાં તેમને પ્રોત્સાહિત કર્યા. સિરિયલો ઉપરાંત લોકેન્દ્ર સિંહ રાજાવત ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.