બ્રેકિંગ ન્યુઝ
Chintan Chavda
Last Updated: 11:34 PM, 21 June 2025
મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ નિદેશાલય (DMER) એ ગ્રુપ-C કેટેગરીની કુલ 1107 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી મહારાષ્ટ્રની અલગ-અલગ કોલેજો અને સંસ્થાઓમાં કરવામાં આવશે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવાર DMER ની સત્તાવાર વેબસાઇટ www.med-edu.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.
ADVERTISEMENT
આ ભરતીમાં લેબોરેટરી આસિસ્ટન્ટ, ડ્રાઈવર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ટાઈપિસ્ટ, એક્સ-રે આસિસ્ટન્ટ, ફાર્મસિસ્ટ, ડાયટિશિયન, લાઇબ્રેરિયન, ઓફિસર, ડેન્ટલ ટેકનિશિયન અને અન્ય ટેકનિકલ અને વહીવટી પોસ્ટ્સનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
લાયકાત
અરજી કરનાર ઉમેદવાર 10 પાસ, 12 પાસ, ડિપ્લોમા, BSC, MMC, Mcom, MA કે MSW જેવી લાયકાત હોવી જરૂરી છે. આ સિવાય ડ્રાઈવરની પોસ્ટ માટે ડ્રાઇવિંગ લાયસન્સ અને ભારે વાહન ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે.
ADVERTISEMENT
પગાર
પગારની વાત કરીએ તો તે પોસ્ટ અનુસાર નક્કી કરવામાં આવ્યો છે. જેમાં અમુક વરિષ્ઠ પોસ્ટ માટે નિયુક્ત ઉમેદવારોને 38,600 થી 1,22,800 રૂપિયા સુધી માસિક પગાર મળશે, ત્યારે મિડ-લેવલ ટેકનિકલ અને હેલ્થ પોસ્ટ પરે 29, 200 થી 92,300 રૂપિયા સુધી પગાર નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રુપ-C લેવલની પોસ્ટ જેમ કે DEO, ટાઈપિસ્ટ અને ડ્રાઈવરને 19,900 રૂપિયાથી લઈને 63,200 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે.
ADVERTISEMENT
ફી
ADVERTISEMENT
આ ભરતી માટે ફી કેટેગરી અનુસાર નક્કી કરવામાં આવશે. સામાન્ય વર્ગના ઉમેદવારોને 1000 રૂપિયા ફી આપવાની રહેશે ત્યારે SC/ST/OBC વેગેરે 900 રૂપિયા ફી આપવાની રહેશે. આ ફી ફક્ત ઓનલાઈન જ ચૂકવવાની રહેશે.
ડોક્યુમેન્ટ
ADVERTISEMENT
અભ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરતા સમયે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, 10માં અને 12માંનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, ડિગ્રી કે ડિપ્લોમા, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી અને એક વૈદ્ય મોબાઈલ નંબર અપલોડ કરવાનો રહેશે.
આ પણ વાંચોઃ કળિયુગમાં સંબંધો લજવાયા! પતિ-દીકરીને એકલા છોડી કાકી ભત્રીજાને લઈ ફરાર
આ રીતે કરો અરજી
અરજી કરવા માટે સૌથી પહેલા www.med-edu.in વેબસાઇટ પર જાઓ. પછી "Recruitment 2025 Group C" સેક્શનમાં જાઓ અને Apply Online લિન્ક પર ક્લિક કરો. નવું રજીસ્ટ્રેશન કરો, લૉગ ઇન કરો અને ફોરમ ભરો. આ બાદ ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરી દો. ભવિષ્ય માટે ફોરમની એક પ્રિન્ટ કોપી પોતાની પાસે રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.