બ્રેકિંગ ન્યુઝ
4 ફોટો ગેલેરી
Last Updated: 05:08 PM, 5 February 2025
1/4
સૂર્ય દેવ અત્યારે મકર રાશિમાં બિરાજમાન છે. સૂર્ય દેવ 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી અમુક રાશિના લોકોને ફાયદો થશે. કુંભ રાશિમાં ગોચર પહેલા સૂર્ય દેવ નક્ષત્ર બદલશે. સૂર્ય દેવના નક્ષત્રમાં પરિવર્તનને કારણે અમુક રાશિના લોકોની કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. આ સિવાય તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
2/4
સૂર્ય દેવ 6 ફેબ્રુઆરીએ નક્ષત્ર બદલશે. આ દિવસે, સૂર્ય દેવ શ્રવણ નક્ષત્રથી ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. 23 ફેબ્રુઆરીના રોજ સૂર્ય દેવ ધનિષ્ઠા નક્ષત્ર છોડીને શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન સૂર્ય દેવ 12 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરશે. જેનાથી નીચે મુજબની રાશિના લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.
3/4
મકર રાશિના લોકોને ધનિષ્ઠા નક્ષત્રમાં સૂર્ય દેવના ગોચરથી લાભ થઈ શકે છે. સૂર્ય દેવ અત્યારે મકર રાશિમાં સ્થિત છે અને ગ્રહોના રાજકુમાર બુધ દેવ પણ મકર રાશિમાં બીરાજમાન છે. બંને ગ્રહો મકર રાશિમાં હોવાને કારણે બુધાદિત્ય યોગ બની રહ્યો છે. જેથી મકર રાશિના જાતકોને તેમના કરિયરમાં વિશેષ સફળતા મળશે. બગડેલા દરેક કામ પૂરા થઈ જશે. નાણાકીય લાભ થઈ શકે છે. ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે.
4/4
કુંભ રાશિના લોકોને પણ સૂર્યદેવના નક્ષત્ર પરિવર્તનનો લાભ મળશે. આ રાશિના સ્વામી શનિદેવ છે અને આરાધ્ય દેવ મહાદેવ છે. જેથી કુંભ રાશિ લોકોને સૂર્ય દેવનો આશીર્વાદ મળશે. તેમની કૃપાથી અટકેલા કાર્ય પૂરા પડશે. નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વ્યવસાયમાં પણ લાભ થશે. અધૂરા અને બગડેલા કાર્યો પૂરા થશે. અટવાયેલા પૈસા પરત મળશે. પ્રમોશનની શક્યતા દેખાઈ રહી છે. કોઈ મોટી જવાબદારી પણ મળી શકે. રોકાણ કરવાથી ફાયદો થશે. આ દરમિયાન સૂર્ય દેવને દરરોજ જળ અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ