બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંક ઓફ બરોડામાં અધિકારી બનવાની તક, મહિને લાખો રૂપિયાનો પગાર, જાણો વિગતો
Last Updated: 05:12 PM, 18 April 2025
Recruitment : ભારતમાં અનેક યુવાઓ સરકારી નોકરીની તૈયારીઓ કરતા હોય છે. જેમાં અમુક લોકો બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતા હોય છે. જો તમે પણ બેંકમાં નોકરી કરવા માંગતા હોવ તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે. બેંક ઓફ બરોડાએ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 એપ્રિલ 2025 સુધી તેમાં અરજી કરી શકે છે. જેમાં કુલ 146 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
ADVERTISEMENT
બેંક ઑફ બરોડાની કુલ 146 જગ્યાઓ માટે સિનિયર રિલેશનશિપ મેનેજરની 101 જગ્યાઓ, ટેરિટરી હેડની 17 જગ્યાઓ, વેલ્થ સ્ટ્રેટેજિસ્ટની 18 જગ્યાઓ, પ્રાઇવેટ બેંકર - રેડિયન્સ પ્રાઇવેટની 3 જગ્યાઓ, ગ્રુપ હેડની 4 જગ્યાઓ, ડેપ્યુટી ડિફેન્સ બેંકિંગ એડવાઇઝર (DDBA) ની 1 જગ્યા, પ્રોડક્ટ હેડ - પ્રાઇવેટ બેંકિંગની 1 જગ્યા અને પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસ્ટની 1 જગ્યા ભરવામાં આવશે.
ADVERTISEMENT
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે અરજી ફી ચૂકવવાની રહેશે. જેમાં જનરલ/ઓબીસી/ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે એસસી/એસટી/પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે,આ બધી જગ્યાઓ કરારના આધારે ભરવામાં આવશે. જેમાં તમે ફોર્મ ભરવા માટે બેંક ઓફ બરોડાની વેબસાઇટ www.bankofbaroda.in ની મુલાકાત લો. તેના હોમપેજ પર "Careers" ટેબ પર જાઓ અને "Current Opportunities" પર ક્લિક કરો. સંબંધિત લિંક પર ક્લિક કરો. અહીંયા અરજી ફોર્મ ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો. ત્યાર બાદ ફોર્મ સબમિટ કરો અને તેનું પ્રિન્ટઆઉટ લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.