વિદ્યાર્થીઓ માટે ખુશખબર... મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ગુજરાત યુનિ. દ્વારા જોબ ફેર

By : hiren joshi 09:49 PM, 17 May 2018 | Updated : 10:41 PM, 17 May 2018
અમદાવાદઃ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ કેમ્પસમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન કંપનીઓ જોબ ફેર યોજી યુનિવર્સીટીની અલગ - અલગ વિદ્યાશાખાના 3 હજાર જેટલા ઉમેદવારોને નોકરી આપવાનું લક્ષ્યાંક તૈયાર કરાયું છે. 

જેમાં 4200 જેટલી કંપનીઓ દ્વારા 3 હજાર જગ્યાઓ માટે વિદ્યાર્થીઓને જોબ ઓફર કરવામાં આવી છે. આ માટે ગુજરાત યુનિવર્સીટી દ્વારા કુલ 50 હજાર વિદ્યાર્થીઓને મેસેજ કરવામાં આવ્યા છે. 

ગુજરાત યુનિવર્સીટીના બીએ, બીકોમ, બીએસસી, એમએ, એમકોમ, એમએસસી જેવી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ઓનલાઈન પોર્ટલ પર જઈ જોબ માટે રજીસ્ટ્રેશન કરી નોકરી માટે એપ્લાય કરી શકે છે. જે તે કંપનીમાં સિલેશન બાદ વિદ્યાર્થીને 1 વર્ષ માટે એસ્યોર્ડ જોબ મળશે. જરુર પડે 3 માસની ટ્રેનિંગ વિદ્યાર્થીને આપવામાં આવશે. 

જેનો ખર્ચ જે તે કંપની, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉઠાવશે. સમગ્ર વર્ષ દરમિયાન 3 હજાર જેટલા વિદ્યાર્થીઓને જોબ મળે તે માટેનો લક્ષ્યાંક યુનિવર્સીટી દ્વારા રાખવામાં આવ્યો છે.Recent Story

Popular Story