બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / આનાં કરતાં ભારત શું ખોટું! કેનેડામાં વેઈટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઈન, સ્થિતિ શરમજનક

VIDEO / આનાં કરતાં ભારત શું ખોટું! કેનેડામાં વેઈટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઈન, સ્થિતિ શરમજનક

Last Updated: 11:33 AM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં સારું જીવન જીવવા અને કમાણી કરવા કેનેડા જવાની ઘેલછા વધી છે. જોકે કેનેડામાં પણ બેરોજગારી ચરમસીમાએ છે અને નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. સ્થિતિ એ છે કે વેઈટરીની નોકરી માટે ભારતીયોની લાઈનો જોવા મળી રહી છે.

Job Crisis in Canada: ગુજરાત સહિત ભારતમાંથી અનેક વિદ્યાર્થીઓ કેનેડા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા જવાનો ક્રેઝ વધ્યો છે. જો કે કેનેડામાં ભારતીયો સામે બેરોજગારી અને હાઉસિંગ ક્રાઈસિસ જેવી સમસ્યાઓ આવી રહી છે. છેલ્લા 5 વર્ષમાં કેનેડામાં બેરોજગારી દર વધી રહ્યો છે. એવી સ્થિતિ થઈ ગઈ છે કે અહીં નવા ઇમિગ્રન્ટ્સને નોકરી શોધવાના ફાંફા પડી રહ્યા છે.

નોકરી મેળવવા માટે રીતસરના ફાંફા

કેનેડામાં હાલ ભારતીયો કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. સપનાઓ લઇને કેનેડા ગયેલા ભારતીયો નોકરી મેળવવા માટે રીતસરના ફાંફા મારી રહ્યા છે. કેનેડામાં ભણતા અને કામ કરવા માગતા ભારતીયોની કફોડી હાલત થઈ છે. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં નવી ખુલેલી રેસ્ટોરન્ટમાં નોકરી માટે ભારતીયોની લાઈન જોવા મળી છે. લગભગ 3000 ભારતીયો રેસ્ટોરન્ટમાં વેઇટરની નોકરી મેળવવા માટે કતારમાં જોવા મળ્યા હતા.

canada indian Student

ભારતીયોનો વીડિયો વાયરલ

વેઈટરની નોકરી માટે લાઈનમાં ઉભેલા ભારતીયોની વીડિયો પણ વાચરલ થયો છે. આ વીડિયો પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે ઉજ્જવળ સપનાઓ સાથે કેનેડા આવનાર ભારતીયોની સ્થિતિ કેવી છે. નોંધનીય છે કે પહેલા ભણતર સાથે આસાનીથી નોકરીઓ મળતી હતી, જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં બેરોજગારીને કારણે ભારતીય વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ છે અને નોકરીઓ મેળવવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.

સૌથી વધુ અસર પણ ભારતીયો પર થઈ રહી છે

એવું વિચારીને કેનેડા જવાવાળા લોકો કે અહીં જીવનધોરણ વધુ સારું થશે, એક દાયકામાં તેઓ સૌથી ખરાબ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. કેનેડામાં કાયમી રહેઠાણ મેળવનારમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની હોવાને કારણે આની સૌથી વધુ અસર પણ ભારતીયો પર થઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં કેનેડામાં કાયમી નિવાસી (PRs) બની ગયેલા ઇમિગ્રન્ટ્સના સૌથી મોટા જૂથમાં ભારતીયો ટોપ પર છે.

બેરોજગારીનો દર પણ ઊંચા સ્તરે

ઇમિગ્રન્ટ્સના મજબૂત ધસારાને કારણે કેનેડાની વસ્તીમાં વધારો થયો છે. અહીં જોબ માર્કેટ માત્ર નવા આવનારાઓ પર વધુ કઠોર છે, યુવા બેરોજગારીનો દર પણ ઊંચા સ્તરે છે, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા આવવાનો રસ ઓછો થયો છે. એક અહેવાલ મુજબ, એક વર્ષમાં 7400 વિદ્યાર્થીઓ કેનેડાથી ભારત પરત આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Student Work in Canada Canada Job Crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ