દિલ્હીની JNU કોલેજમાં ડીનને વિદ્યાર્થીઓએ બનાવ્યા બંધક,જાણો શું હતું કારણ

By : kavan 07:59 PM, 14 March 2018 | Updated : 07:59 PM, 14 March 2018
દિલ્હીની જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ફરી એકવાર ગુરુ-શિષ્યની પરંપરાને ઠેસ પહોંચાડી છે.કેમ્પસમાં પોણા ત્રણ કલાક સુધી વિદ્યાર્થીઓએ ડીન ઉમેશ કદમને બંધક બનાવી રાખીને મારપીટ કરી હતી.મારપીટ થતાં ડીનને હાથમાં ઈજા પહોંચી હતી.

આ મામલે ચીફ સિક્યોરિટી ઓફિસરે પોલીસમાં ફરિયાદ કરી છે.JNUના ડીને હોસ્ટેલની મેસ ફી અને લેટ ફી પર પેનલ્ટી વધારી હતી.જે મુદ્દે નોટિસ મુકી હતી.જે મામલે વિદ્યાર્થીઓ પોતાની માગ સાથે ડીનના કાર્યાલયમાં પહોંચ્યા હતા અને ફી પરત ખેંચવાની માગ સાથે બંધક બનાવી દીધા હતા.જોકે પોણા ત્રણ કલાક બાદ સિક્યોરિટી ગાર્ડે ડીનને છોડાવ્યા હતા. Recent Story

Popular Story