જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયા છે, આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.
શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં આતંકવાદી હુમલો
આતંકીએ પોલીસ અધિકારીને નજીકથી ગોળી મારી
ઘટનાનો વીડિયો વાયરલ
શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં આતંકવાદીએ પોલીસકર્મીને અત્યંત નજીકથી ગોળી મારી હતી આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આતંકી પોલીસકર્મીને ગોળી મારીને ભાગી ગયો હતો. તેની આ કાયરના હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સુરક્ષાદળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકવાદીની તલાશ શરુ કરી દીધી હતી.
CCTV footage of Srinagar attack in which Sub Inspector Arshid got critically injured pic.twitter.com/ADOi7Thvf6
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીએ પ્રોબેશનરી સબ ઈન્સપેક્ટર અર્શદ અહમદ મીરને પાછળથી ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા. વીડિયો ફૂટેજમાં પોલીસ અધિકારીના હાથમાં કોઈ હથિયાર ન હોવાનું પણ જણાયું હતું. તેઓ ટહેલી રહ્યાં હોવાનું જોઈ શકાતું હતું. અચાનક પાછળથી આવીને એક આતંકવાદી તેમના પર ગોળીઓ છોડી હતી. ગોળીબારનો અવાજ સાંભળીને લોકો ડરીને ભાગી ગયા હતા.
શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં એક આંતકવાદી હુમલવો થયો જેમા એક પોલીસ અધિકારી શહિદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ અધિકારીને ગોળી વાગી હતી. જેથી તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
35 મનિટ ગોળીબાર થયો
સમગ્ર મામલે સેના દ્વારા આતંકિઓના વિસ્તારને ઘેરીને ત્યા તેમની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર પોલીસ અધિકારીઓનું કહેવું છે તે અંદાજે 35 મિનિટ સુધી આતંકીઓએ ખાનયાર વિસ્તારમાં પોલીસ નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો.
હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા
આ ઘટનામાં ખાનયાર પોલીસ સ્ટેશનમાં ફકજ બજાવતા અર્શદ અહેમદ ઘાયલ થયા. જેથી તેમને તુરંત HMHS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓ હોસ્પિટલ પહોચે તે પહેલાજ તેઓ જિંદગીથી હારી ગયા. હોસ્પિટલના તબીબોએ તેમેને જ્યારે તેમને મૃત જાહેર કર્યા ત્યારે કાશ્મીર પોલીસમાં શોકનો માહોલ ફેરવાઈ ગયો.