મહેસાણા: કોંગ્રેસમાંથી રાજીનામું આપીને જીવાભાઈ ભાજપમાં જોડાયાં

By : krupamehta 12:04 PM, 09 November 2018 | Updated : 12:12 PM, 09 November 2018
મહેસાણા જીલ્લાના દિગગ્જ એવા જીવાભાઈ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે. એવી માહિતી પ્રાપ્ત થઇ છે. 

મળતી વિગતોનુસાર આગામી ચૂંટણીમાં જીવાભાઈને ભાજપમાંથી ટિકિટ મળે તેવી શક્યતા છે. હાલમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. જીવાભાઈ પટેલ પોતાના કાર્યકર્તાઓ સાથે અમિત સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જીવાભાઈએ પોતાના 1 હજાર કાર્યકરોની લિસ્ટ તૈયાર કરી છે અને પોતાના કાર્યકરો સાથે તેઓ અમિત શાહ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, કોંગ્રેસમાંથી જીવાભાઈ 2 વખત ચૂંટણી હારી ચૂક્યા છે. ભાજપ તરફથી જીવાભાઈને ચૂંટણીમાં જીત મળે તેવી આશા છે.

આ પહેલા જીવાભાઈએ નીતિન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. વ્હાઈટ હાઉસમાં નીતિન પટેલ અને જીવાભાઈની મુલાકાત થઈ હતી. મહેસાણામાં જીલ્લામાં જીવાભાઇનું વર્ચસ્વ હોવાનું પણ જાણવા મળ્યું છે.



Recent Story

Popular Story