બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Jitu Vaghani Conversation standard 10 students in AMTS bus and playing the drums

મુલાકાત / VIDEO: જીતુ વાઘાણીએ AMTS બસમાં બેસીને વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત, બાદમાં ઢોલ વગાડ્યો તો સૌ થયા ખુશ

Vishnu

Last Updated: 07:36 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીતુ વાઘાણીએ AMTS બસમાં ધોરણ 10ના વિદ્યાર્થીઑ સાથે કરી મુલાકાત,બાદમાં બસમાં જ વિદ્યાર્થીઓની સાથે ઢોલ વગાડ્યો

  • જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત
  • AMTS બસમાં કરી મુલાકાત
  • મુલાકાત દરમિયાન ઢોલ પણ વગાડ્યો

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનો રિક્ષા ચલાવતા તેમજ શેરડી કાઢતા વિડીયો બાદ હાલ સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જીતુ વાઘાણીએ AMTS બસમાં બેસીને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. અને સવારી દરમિયાન તેમને મુઝવતા અનેક પ્રશ્નોની ચર્ચા કરી હતી.

વિદ્યાર્થીઓની સાથે જીતુ વાઘાણીએ ઢોલ વગાડ્યો
આજે ધોરણ 10નું પરિણામ હતું જેમાં પાસ થયેલા વિદ્યાથીઓને પ્રોત્સાહિત કરવા ટાગોર હોલ ખાતે શિક્ષણમંત્રીની હાજરીમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પણ બસમાં ચડયા હતા. આ જોઇ સૌ કોઈ બસમાં બેઠલા વિદ્યાર્થીઑ થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. જીતુ વાઘાણીએ બસમાં ઢોલ પણ વગાડ્યો હતો. મંત્રીજીને ઢોલ ઢમકારતા જોઇ સૌ કૉઈ ખુશ થઈ ગયા હતા. વઘાણીએ દરેક વિદ્યાથીઓ સાથે હાથ પણ મળાવ્યા હતા.

જીતુ વાઘાણીએ ધોરણ 10માં પાસ થનાર વિદ્યાર્થીઓને પાઠવી શુભકામના

ધોરણ 10નું 65.18% પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલા ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થયું. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે 9.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 90 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, જ્યારે 52 હજાર 992 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. 93 હજાર 602 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ અને 1 લાખ 30 હજાર 97 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો છે. ઉપરાંત 1 લાખ 37 હજાર 657 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાથે આ વર્ષે રાજ્યની 292 શાળામાં 100 ટકા પરિણામ આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

AMTS bus Jitu Vaghani Standard 10 board result jitu vaghani play drums એએમટીએસ બસ જીતુ વાઘાણી જીતુ વાઘાણીએ ઢોલ વગાડ્યો ધોરણ 10 પરિણામ jitu vaghani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ