બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / jitu vaghani big announcement for teachers of gujarat

આનંદો! / ગુજરાતના શિક્ષકોની સૌથી મોટી સમસ્યાનો આવ્યો ઉકેલ, સરકારે એકઝાટકે રદ્દ કરી દીધો આ નિયમ

Kavan

Last Updated: 03:05 PM, 3 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે મહત્વની જાહેરાત કરી હતી અને બદલીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

  • જીતુ વાઘાણી એ કરી મોટી જાહેરાત
  • પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ ને કરવામાં આવ્યો નિર્ણય
  • 2012 ના નિયમો સંપૂર્ણપણે કરવામાં આવ્યા છે રદ્દ

જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં નિવેદન આપતા કહ્યું કે, સરકાર પારદર્શકતા સાથે નિર્ણયો કરી રહી છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે,  પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમો બનાવવામાં આવ્યા છે, સાથે જ સમય મર્યાદામાં ઘટાડો કરાયો છે. 

2012ના નિયમોમાં કરાયો ફેરફાર

જીતુ વાઘાણીએ કહ્યું કે, 2012ના નિયમો રદ્દ કરવામાં આવ્યા છે.  સાથે જ  રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો 2 લાખથી વધુ શિક્ષકોને લાભ મળશે. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં 40 ટકા શિક્ષકોની ફેરબદલીનો લાભ મળતો હતો પરંતુ હવેથી આજથી 100 ટકા શિક્ષકોને લાભ મળવાપાત્ર થશે.  

શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, પહેલા શિક્ષકો 10 વર્ષ બાદ જ બદલી માટેની અરજી કરવા માટે લાયક ઠરતા હતા પરંતુ સરકારના નિર્ણયથી આ સમયગાળો ઘટાડીને હવે 5 વર્ષનો કરવામાં આવ્યો છે.  શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ જાહેરાતથી શિક્ષકોની નવી ભરતી બદલી કેમ્પ બની રહેતા અટકશે. 

સંકળાયેલા મુદ્દાઓ

જીતુ વાઘાણી પ્રાથમિક શાળા શિક્ષણમંત્રી jitu vaghani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ