બ્રેકિંગ ન્યુઝ
VTV / Jitendra Awhad resigned Sharad Pawar did not agree! Now the series of resignations continues, Jitendra Awad has given designs to NCP
Pravin Joshi
Last Updated: 01:49 PM, 3 May 2023
ADVERTISEMENT
જિતેન્દ્ર આવ્હાડે NCPના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે 'મારી સાથે થાણે શહેરના તમામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે આવ્હાડે પોતાનું રાજીનામું જયંત પાટિલને મોકલી દીધું છે.
અનેક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું
ADVERTISEMENT
એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેમની સાથેના તમામ રાષ્ટ્રવાદી પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બધાએ પોતાનું રાજીનામું જયંત પાટિલને મોકલી દીધું છે. તમને જણાવી દઈએ કે મંગળવારે જ અજિત પવારે કહ્યું હતું કે તેઓ પાર્ટીમાંથી કોઈનું રાજીનામું સ્વીકારશે નહીં. આમ છતાં જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
I have resigned from my post of National General Secretary and I have sent my resignation to NCP chief Sharad Pawar. All office bearers of Thane NCP have also resigned after Pawar Saheb's announcement (to resign from the post of party chief): NCP leader Jitendra Awhad to ANI… pic.twitter.com/VBrtFCuaNs
— ANI (@ANI) May 3, 2023
નવા પ્રમુખને લઈને સસ્પેન્સ યથાવત
શરદ પવારે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે અને હવે પાર્ટીના નવા અધ્યક્ષને લઈને અસ્પષ્ટતા છે. NCPના નવા અધ્યક્ષ પદ માટે પવારના ભત્રીજા અજિત પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેના નામ સામે આવી રહ્યા છે. જો કે હજુ સુધી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. કારણ કે NCPમાં ઘણા નેતાઓનો દાવો છે કે નવા પ્રમુખ પરિવારના સભ્ય નહીં હોય.
#WATCH | NCP leader Ajit Pawar reaches YB Chavan Centre in Mumbai. pic.twitter.com/SwLiXGxfWV
— ANI (@ANI) May 3, 2023
શરદ પવારનું રાજીનામું દેશના રાજકારણમાં મોટો ઝટકો
બીજી તરફ એનસીપીના નેતા છગન ભુજબળનું કહેવું છે કે જો શરદ પવાર પોતાનો નિર્ણય પાછો ન ખેંચે તો રાજ્યની જવાબદારી અજિત પવારને અને સુપ્રિયા સુલેને સોંપવી જોઈએ. આ સિવાય ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે શરદ પવારના રાજીનામાને દેશની રાજનીતિ માટે મોટો ફટકો ગણાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.