બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આવી ગયો Jioનો સૌથી સસ્તો પ્લાન, જેમાં મળશે આટલા દિવસની વેલિટિડી સાથે અનલિમિટેડ 5G ડેટા
Last Updated: 01:35 PM, 3 August 2024
Relinace Jioએ તાજેતરમાં જ તેના ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. આ વધારા પછી, Jio તેના યુઝર્સને અલગ-અલગ કિંમતના સેગમેન્ટમાં ઘણા પ્લાન ઓફર કરી રહી છે, જેમાં યુઝર્સને ઘણા ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે. એવામાં આજે અમે તમને આજે અમે તમને Jioના સસ્તા અને પાવરફુલ એફોર્ડેબલ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
હવે જો તમે OTT પ્લેટફોર્મ Netflix પર મૂવીઝ અને વેબ સિરીઝ જોવાના શોખીન છો, તો Jioનો આ પ્લાન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. રિલાયન્સ જિયોના આ પ્રીપેડ પ્લાનમાં ફ્રી નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. આટલું જ નહીં આ સાથે અનલિમિટેડ કોલિંગ અને 5G ડેટા સહિત યુઝર્સને ઘણા ફાયદા મળે છે.
ADVERTISEMENT
Jioના રૂ. 1299ના પ્લાનમાં કંપની Netflixનું ફ્રી સબસ્ક્રિપ્શન આપે છે અને આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ સાથે, તમને દરરોજ 100 SMS પણ મળે છે.
આટલું જ નહીં Jio યુઝર્સને આ પ્લાન સાથે દરરોજ 2 GB અમર્યાદિત 5G ડેટા મળે છે. આ સિવાય, જો આપણે પ્લાન સાથે ઉપલબ્ધ અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ, તો તે Jio TV, Jio Cloud અને Jio સિનેમાની ઍક્સેસ પણ મળે છે.
આ સિવાય Jioયુઝર્સને રૂ. 1799ના પ્લાનમાં મફત Netflix સબસ્ક્રિપ્શન આપે છે અને આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 3GB અનલિમિટેડ 5G ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે, Jio TV, Jio Cloud અને Jio સિનેમાની મફત ઍક્સેસ પણ ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.