JioPhone યૂઝર્સ માટે સારા સમાચાર છે. હવે તેના ફિચર ફોન પર તમે Youtubeનો પણ ઉપયોગ કરી શકો છો. JioPhone અને JioPhone 2 પર પણ Youtubeની સુવિધા મળશે. વર્ષની શરૂઆતમાં જ રિલાયન્સ જિયોએ જાહેરાત કરી હતી કે આ ફોનમાં તેઓ WhatsApp અને Youtubeની સુવિધા લોન્ચ કરશે. યૂઝર્સ ઘણા સમયથી આ જાહેરાત માટે રાહ જોઇ રહ્યા હતા.
JioPhone અને JioPhone 2 પર Youtube ડાઉનલોડ કરવા માટે Jio App Store પર જઇ Youtube સર્ચ કરવાનું રહેશે. એપ મળતા જ ઇન્સ્ટૉલનું બટન દબાવો. એ વાતનું ધ્યાન રાખવું કે JioPhone પર Youtube ચલાવવા માટે ડિવાઇસનું ફર્મવેઅરનું બટન દબાઓ.
Youtube ડાઉનલોડ કરતા પહેલા ચેક કરી લેવું કે તમારા JioPhone અને JioPhone 2 પર kaiOS 2.5 અપડેટ કરેલી હોય. જેનો બિલ્ડ નંબર F90M-OOO-03-06-290818 છે. અપડેટ કરવા માટે સેટિંગ્સમાં જવું. જ્યાં ડિવાઇસનો વિકલ્પ પસંદ કરો. અહીં તમને સોફ્ટવેરટ અપડેટનો વિકલ્પ મળશે.
જોકે Youtube એપનું ઇન્ટરફેસ અને iOS ડિવાઇસની જેમ છે પરંતુ ડાર્ક મોડ અથવા ઇનકૉગનિટો મોડ જેવા એડવાન્સ ફિચર્સ નથી અને સાથે જ એપમાં વીડિયોઝને ઑફલાઇન જોવા માટે ડાઉનલોડ વીડિયોઝનું ઑપ્શન આપવામાં આવ્યુ નથી.